Home > અનિલ જોશી, ગીત, પાર્થિવ ગોહિલ > મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી

September 6th, 2007 Leave a comment Go to comments

સ્વર: પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !
————————
આભાર : લયસ્તરો

Please follow and like us:
Pin Share
  1. September 8th, 2007 at 13:02 | #1

    પાર્થિવના અવાજમાં પહેલી વખત આ ગીત સાંભ્ળ્યુ.
    મઝા આવી ગઈ.

  2. Kirit Chanpura
    July 12th, 2008 at 15:26 | #2

    પુરુશોત્તમ ઉપધ્યાય આ સ્વર્બદ્ધ કોયનિ પા સે છે?

  3. toral sutaria
    July 14th, 2008 at 02:19 | #3

    બહુજ મજા આવી ગઈ, ૧૯૮૦ ની મહેફીલ યાદ આવી સાથે દેશની યાદ અપાવિ ગઈ.
    keep upthe good work and keep it coming.
    Thanks
    toral from houston,texas.

  4. November 9th, 2008 at 16:49 | #4

    I am so glad u really did good job for alphabetacally listing.It is easy to find a favorite song.
    U r doing great service to community.All songs r fantastic.Keep it up.
    Thanks again
    Atri Desai
    Dallas,Texas

  5. January 8th, 2009 at 23:39 | #5

    mari pase aa geet purshotam upadhyayna svar ma che

  6. pooja
    November 8th, 2011 at 09:26 | #6

    મને આ સોંગ બૌ ગમે છે આ ગીત દોવ્ન્લોઅદ કઈ રીતે થાય?

  7. May 22nd, 2013 at 07:58 | #7

    આ ગીત પુરષોત્તમ ઉપાધ્યાય ના સ્વર માં અદભૂત છે.પાર્થિવ ભાયે પણ સારું ગાયું છે.પુરષોત્તમ ઉપાધ્યાય ના સ્વર માં મીઠાસ છે તેવી મીઠાસ મળવી મુસ્કેલ છે.આભાર

  8. રીઝવાન
    February 17th, 2014 at 05:23 | #8

    http://tahuko.com/?p=૭૧૧

    પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં રચના

  1. No trackbacks yet.