Home > અદમ ટંકારવી, ગઝલ, સમન્વય ૨૦૦૭ > જિંદગીનો તાપ – આદમ ટંકારવી

જિંદગીનો તાપ – આદમ ટંકારવી

January 20th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૭

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


જિંદગીનો તાપ કંઈ એવો હતો પીવું પડ્યું
કે પછી સંતાપ કંઈ એવો હતો પીવું પડ્યું.

આ તરસ છીપે નહીં, ટીપે નહીં, પીપે નહીં,
ને જિંદગીને શાપ કંઈ એવો હતો પીવું પડ્યું.

છાંયડા તો કંઈક જીવનમાં મળ્યા ‘આદમ’ છતાં,
આ તરસનો તાપ કંઈ એવો હતો પીવું પડ્યું.

Please follow and like us:
Pin Share
  1. Niral
    January 20th, 2010 at 13:10 | #1

    સુંદર અવાજ અને સ્વર કોનો છે?
    બહુ જાણીતો હોય એમ લાગે છે.

    આભાર,

    નિરલ

  2. January 20th, 2010 at 13:37 | #2

    ત્રણ જ શેરને જે રીતે મલાવી મલાવીને ગાયા છે એ સાચે જ જાદુભર્યું લાગે છે…

    પણ મને લાગે છે કે ગાયકે ભલે ત્રણ જ શેર સ્વરબદ્ધ કર્યા હોય, સાઇટની ખરી શોભા તો આખી ગઝલ મૂકાય એમાં જ છે !

  3. Maheshchandra Naik
    January 20th, 2010 at 14:58 | #3

    સરસ ગઝલ, ટુંકમા ઘણુ કહ્યુ એ જ ગઝલકારની ખુબી છે…………..

  4. January 21st, 2010 at 19:59 | #4

    ત્રણ જ શેરથી જુદુ જ સ્વરુપ વર્તાય છે…સુન્દર સ્વર અને કમ્પોઝિશન..ગમ્યું…

  5. January 25th, 2010 at 17:48 | #5

    સરસ.

  6. May 26th, 2012 at 12:01 | #6

    નીરજભાઈ,

    સ્વરાંકન પરેશ ભટ્ટનું છે.

    અને કવિ મોટે ભાગે શેખાદમ આબુવાલા છે એમને ‘આદમ’ નામે ગઝલ કરી છે, અદમ ટંકારવી કદાચ ‘આદમ’ ઉપનામે લખતા નથી, જરા જોઈ લેજો…..

  7. shah priti
    December 9th, 2012 at 15:40 | #7

    હું ગુંજનભાઈ સાથે સંમત છું મેં પરેશ ભટ્ટના અવાજમાં આ ગઝલ સાંભળી છે મારી ઔડીઓ cassette માં આજે પણ છે
    રચયિતા શેખાદમ જ છે

  1. January 20th, 2010 at 09:23 | #1