Home > ગઝલ, દિલીપ રાવલ, મનહર ઉધાસ > હવે કહું છું – દિલિપ રાવલ

હવે કહું છું – દિલિપ રાવલ

September 11th, 2007 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“રાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું,
તું ગઝલ થઈને રજુ થાતો ખરી,
મહેફીલોમાં દાદ થઈને આવશું.”

હવે કહું છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે

અમોને રાત આખી રહી જવાના કોડ જયાં જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે

અમે નખશીખ ભીંજાયા, તમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે

અમે આપ્યા છે સમ એ સમનું થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે.

Please follow and like us:
Pin Share
  1. September 11th, 2007 at 10:14 | #1

    હવે હું કહુ છું.. તમે ભલે આપો વરસાદ ના સમ..

    પણ..
    ભિંજાવા ની આશ માં હું જંગલ મા દોડી હતી..
    પણ..
    વાદલડી કોઇ કારણે ફુલદાની પર વરસી હતી.
    પણ..
    તરસ એટલી ઉંડી હતી,કે હુ મૃગજળ પી ગઈ હતી..

  1. No trackbacks yet.