Home > અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ > ગઝલ – અમૃત ‘ઘાયલ’

ગઝલ – અમૃત ‘ઘાયલ’

September 19th, 2007 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“જાહેરમાં જે સાંભળી શરમાઈ જાય છે
તે ખાનગીમાં મારી ગઝલ દિલથી ગાય છે
એમાં અચંબો પામવા જેવું નથી કશું
થઈ જાય છે જો પ્રેમ તો એવુંય થાય છે”

લાજના ભાવથી નમી તે ગઝલ
જે પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ

આંખમાં આંજીને સ્નેહનો સુરમો
રાતભર સોગઠે રમી તે ગઝલ

દ્રષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે
ઊગે સંબંધ રેશમી તે ગઝલ

એ તો છે ચીજ સર્વ મોસમની
નિત્ય લાગે મૌસમી તે ગઝલ

લિટી એકાદ સાંભળી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ
————————-

આવી જ રીતે ગઝલની વ્યાખ્યા આપતી શૂન્ય પાનલપુરીની ગઝલ અહિં સાંભળો

Please follow and like us:
Pin Share
  1. Nimesh Chauhan
    September 21st, 2007 at 11:50 | #1

    ખ્

  2. alpesh gohil ptc
    November 21st, 2009 at 07:27 | #2

    આ તારિ ગઝલે ગાન્ડો કરિયો

  3. SAMIR.B.VAIDYA
    June 21st, 2010 at 12:30 | #3

    પ્રેમ ને સીવો બધા તમે
    જો મેં તો એને નાપી લીધું .

  1. No trackbacks yet.