Home > અવિનાશ વ્યાસ, ગીત, મિતાલી સીંગ > કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં – અવિનાશ વ્યાસ.

કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં – અવિનાશ વ્યાસ.

September 28th, 2007 Leave a comment Go to comments

સ્વર: મિતાલી સિંગ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં
સુના સરવર ને સૂનુ આમ્બલિયું
એના પાંદડે પાંદડા રડી રે રહ્યાં

આયખું વેઠીને પાન પીળું રે થયું
માડીની આંખોમાં આન્સુ ના રહ્યું
વનનુ પિયરીયું સૂનુ રે પડ્યું
એના ટહુકા હવે ના જડી રે રહ્યાં

સહિયરની આંખોમા વેદનાની વાણી
સહિયરની આંખલડી કહેતી રે કહાણી
એક આંખે ફાગણ ને એક આંખે શ્રાવણ
જો ને વિજોગ ના વાદળા ચડી રે રહ્યાં

વાદલડી ને કેજો કે સૂરજને ઢાંકે
ઝાંછો રે તાપ મારી દીકરી ના સાંખે
હળવેથી વેલડુ હાંકજોરે ભાઈ
એને વાટ્યુ ના કાંકરા નડી રે રહ્યાં

Please follow and like us:
Pin Share
  1. No comments yet.
  1. No trackbacks yet.