Home > કૃષ્ણગીત, મોરપિચ્છ, સૌમિલ મુન્શી, હરિન્દ્ર દવે > રાધાની લટની – હરીન્દ્ર દવે

રાધાની લટની – હરીન્દ્ર દવે

January 29th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:મોરપિચ્છ
સ્વર:સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો કાન કેમ શોધું?
આંખુ આકાશ એક રેંગે છવાયું
એમાં વ્હાલમનો વાન કેમ શોધું?

એક તો વૃંદાવનની કેડી
ને કેડી પર ઉગ્યાં કદંબ જેવા ઝાડ,
હળવો હડસેલો લાગે લહેરીનો
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ.
સમજુ સૈયર તમે ઘરભેગી થાઓ
ક્યાં હું ભૂલી હું ભાન કેમ શોધું?

ઉડતા વિહંગ કેરાં ટહુકા વન્ય હશે
વહેતી હવાની કોઈ લહેરમાં,
ગોકુળનો મારગ તો ઢુંકડો લાગે
ને હવે સમજાવો કેમ જવું ફેરમાં.
યમુનાના વહેણમાં તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું?

Please follow and like us:
Pin Share
  1. January 29th, 2010 at 12:41 | #1

    અદભુત કાવ્ય અને એવું જ મધુરું સ્વરાંકન અને ગાયકી…

  2. kanubhai Suchak
    January 29th, 2010 at 13:02 | #2

    નિરજભાઈ,
    આ ગીત ભાસ્કર વોરાએ લખ્યું છે. આ વાત મેં જયશ્રી ભક્તને ટહુકો માટે પણ કહી હતી.
    અંતરાની બીજી પંક્તિમાં; -કદંબ કેરાં ઝાડ,
    હળવેથી અડકે આ લહેરી ત્યાં સૉરભના અણધાર્યા ઊઘડે કમાડ.
    બીજા અંતરાની પહેલી પંક્તિ; ઉડતા વિહંગ કેરાં ટહુકા વણાયા હ્શે વહેતી હવાની કંઈ લહેરમાં,
    આ જ ગીતનું સુંદર સ્વરાંકન શ્રી મોહન બલસારાએ પણ કર્યું છે. સુધા મલહોત્રાએ સ્વર આપ્યો છે.
    કોમળ ભાવૉ અને ઋજુ શબ્દો ગીતને ખૂબ સુંદર બનાવે છે.

  3. યજ્ઞાંગ પંડયા
    June 10th, 2011 at 04:01 | #3

    અરે જલસો ..!!

  1. No trackbacks yet.