Home > ગઝલ, મનહર ઉધાસ, સૈફ પાલનપુરી > ખાનગી પત્ર – સૈફ પાલનપુરી

ખાનગી પત્ર – સૈફ પાલનપુરી

October 23rd, 2007 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી

મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં

પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું

ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં

પણ આ છેલ્લી વાત કહ્યા વીના મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે

દુનીયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છુટ બધાને આપું છું

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે

મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે

Please follow and like us:
Pin Share
  1. neetakotecha
    October 23rd, 2007 at 09:42 | #1

    ખુબ જ સરસ .
    આ શબ્દો અને આ અવાજ સાથે મલ્યા અને દીવાના કરી નાખે. એમ થાય પતે જ નહી. ચાલતુ જ રહે.
    ખુબ સરસ

  2. October 23rd, 2007 at 10:31 | #2

    દિલ નેી વાત જ ન્યારેી છે..

  3. Dhwani
    October 23rd, 2007 at 10:47 | #3

    are…grt..aa mari fvrt gazal chhe…thnx niraj.

  4. dinesh patel,atlanta
    October 23rd, 2007 at 16:07 | #4

    અરે યાર, વખાણ કરવાના શ્બ્દોનો ખ્જાનો ય ખૂટી જશે એવૂં લાગે છે
    એટલૂં જ કહીશ કે——– બઢતે રહો…………………………………

  5. Pranali
    November 3rd, 2007 at 12:03 | #5

    . નિરજ્ભાઈ………..આઝ્લ સાભડી ને કદાચ બધાને પ્રેમ થય જશે, અને તેમા પન મનહ્ર્ર જી નો સ્વર સોને પે સુહાગા.

  6. Heena Pujara
    November 6th, 2007 at 05:32 | #6

    I heard this song for first time but i love the words xlent thanks

  1. No trackbacks yet.