Home > ગીત, બિજલ ઉપાધ્યાય, વિનોદ જોષી, વિરાજ ઉપાધ્યાય > મોર ટહુકા કરે – વિનોદ જોષી

મોર ટહુકા કરે – વિનોદ જોષી

November 8th, 2007 Leave a comment Go to comments

સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…

એણે પાંચીકા અમથા ઉલાળ્યા, પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજડું કાચુંને રેશમનો ભાર, એલ ઘેલ પાંપણમાં નવસેરો હાર,
હાર ઝૂલ્યા કરે… મોર ટહુકા કરે…

મોરપીંછાની વાત પછી ઉડી, એક સાતમે પાતાળ જઈ બૂડી,
ઉગમણી કેડીને આથમણાં ગીત, નીચી તે નજરું ને ઊંચી તે ભીંત,
ભીંત ઝૂલ્યા કરે… મોર ટહુકા કરે…

પછી ડૂમો ઓઢીને રાત સૂતી, બેઉ આંખો અંધારામાં ખૂંપી,
સૂનમૂન ફાનસમાં અજવાળા કેદ, નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યાં કરે… મોર ટહુકા કરે…

Please follow and like us:
Pin Share
  1. April 16th, 2009 at 07:10 | #1

    નીરજભાઈ…
    ખૂબ મજા પડી. માનીતા કવિના ગીતની ખૂબ જ સુંદર રજૂઆત. આભાર.

  1. No trackbacks yet.