Home > અન્ય, બાળગીત, રમેશ પારેખ > હું ને ચંદુ છાનામાના – રમેશ પારેખ

હું ને ચંદુ છાનામાના – રમેશ પારેખ

March 29th, 2007 Leave a comment Go to comments

મૈત્રી… મૈત્રી એટલે એવું મંદિર જેની ધજા પવન વગર પણ ફરફરતી રહે છે. મૈત્રી એટલે એવો ખભો જેના શર્ટને કોલર નથી હોતા. ટીકીટ વગરની સફર છે આ મૈત્રી. આપણા કોઇ એક મિત્રનુ નામ ચંદુ તો હોય જ છે અને જો નથી હોતું તો આપણે પાડી દઇએ છિએ. તો આ સરસ મજાનું બાળગીત મારા એ મિત્રો માટે જેમનું નામ મેં ચંદુ પાડ્યું અને એ મિત્રો માટે પણ જેમણે મારું નામ ચંદુ પાડ્યું.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા,
લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી,
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી.

દાદાજીના ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ.

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ.

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક.

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતા ચંદુડીયાએ બુમાબુમ જગાવી.

દોડમદોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી-પપ્પા,
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા.

Please follow and like us:
Pin Share
  1. suru
    March 29th, 2007 at 16:23 | #1

    well.. this is an excellent work.. i really appreciate this…

    anyway.. nee keep doing …

    i really love to watch this blog..

    it creates energy.. really…

    again gr8 work…

    thank you..

  2. November 29th, 2007 at 15:36 | #2

    બહુ સરસ મારા મિત્ર ચન્દુ ને આ ગીત સમ્ભળાવી અને આનન્દ લઇશ્

  3. alpesh zala
    June 7th, 2008 at 16:57 | #3

    આ ગિત બોમ્બે ના જયદ્ઇપ સ્વાદિયા ના કઁઠે સાઁભડવા જેવુ છે

  4. September 11th, 2008 at 19:57 | #4

    ગુજરાતી માધ્યમમાં શાલેય શિક્ષણ લીધું હોય તે સર્વેને આવડતું અને ગમતું બાળગીત. દરેકને ગમે તેવુ…

  5. December 6th, 2008 at 22:27 | #5

    મારું ખુબ ખુબ ખુબ જ ગમતું ગીત… આભાર દોસ્ત… આ ગીત વગર, મારા ‘ડે ઓફ’ ની સવાર કેટલી અધુરી છે, એ આજે સવારે જ ખબર પડી..!! જ્યારે હું આ ગીત ના સાંભળી શકી..!! અને કદાચ એટલે જ પચાસેક વાર સાંભળ્યા પછી, આજે આ ગીત માટે કોમેન્ટ લખુ છું..! આ દોસ્તી નું ગીત.. આપણી ગેંગ ને નામ..!! 🙂

  6. himanshu
    July 23rd, 2009 at 14:21 | #6

    વાહ શુ વેબસાઇટ મલી અને માણી,, કેટ્લા વખત થી રામ તમે સીતાજી ની તોલે ન આવો ગીત શોધતો હતો આજે અચાનક મલ્યુ અને સાંભળ્યુ અને શુ આનંદ થયો તેની તમને કોઈ ને કલ્પના પણ નહી હોય….. વાહ
    આભાર આભાર

    હિમાંશુ શાહ્.

  7. September 11th, 2009 at 07:53 | #7

    very nice…

  8. sandeep
    August 31st, 2010 at 05:50 | #8

    મને બરોબર યાદ છે અમને અમારા મુસિક ટીચેર એ આ ગાયન આમારા મુસિક ચ્લાસ્સ માં ઘણી વાર ગવડાવ્યું હતું . પુરાની યાદો તાજા કરવા બદલ ખુબ ખુબ આભર

  9. દીપક પટેલ
    April 25th, 2011 at 11:43 | #9

    આ ગીત મારા એક મિત્ર પાસે સાંભળ્યું ત્યાર થીજ આ ગીત સોધતો હતો ……ખરે ખુબ સરસ રચનાછે
    આજે આપણી પાસે આવાં બાળ ગીતો જ નથી કે જે આપણે આપણાં બાળકો ને સંભળાવી શકીએ …..

  10. Sanjay Patel
    April 27th, 2012 at 21:33 | #10

    Who is Swarkar?, More infarmation always helpful.

  11. bakul
    June 23rd, 2012 at 12:35 | #11

    ગીત પરેશ ભટ્ટ નું સ્વરબદ્ધ કરેલું છે એમના બધા ગીતો દિલ-આત્મા ને સ્પર્શી જાય તેવાજ છે સ્વરકાર નું નામ ગાયકે અવશ્ય લેવુજ જોઈએ

  12. Zalak Patel
    April 24th, 2014 at 07:04 | #12

    ફરી બાળપણ માં પોહચી ગઈ હું…. 🙂

  13. Rashida chikani
    February 2nd, 2016 at 07:15 | #13

    Thanks… aaje aa geeto sambhali ne ghare pohchya jevo aanand malyo.

  14. Aanal Gajjar
    July 5th, 2021 at 04:25 | #14

    Aa geet hu mari mummy ni school ma jati tyare tyana nana balko ne gavdavti.. bau khush thai jata.. anr jyare jau tyare aa geet gavdavanu kehta mane.

  1. August 31st, 2010 at 02:39 | #1