Home > ઇંદુલાલ ગાંધી, ગીત, રાસબિહારી દેસાઈ, સમન્વય ૨૦૦૫ > મધરાતે સાંભળ્યો મોર – ઇન્દુલાલ ગાંધી

મધરાતે સાંભળ્યો મોર – ઇન્દુલાલ ગાંધી

February 9th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વર:રાસબિહારી દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર,
મધરાતે સાંભળ્યો મોર.

વાદળાય નહોતા ને ચાંદોય નહોતો
ઝાકળનો જામ્યો તો દોર,
ઝાકળને માનીને વાદળનો વીંઝણો
છેતરાયો નટવો નઠોર.
મધરાતે સાંભળ્યો મોર..

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઉઘડી
ઝાકળ કારમાણી કોર,
રંગ કેરાં ફૂમતડા ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોર.

Please follow and like us:
Pin Share
  1. February 10th, 2010 at 12:55 | #1

    હળવી હલકમાં ગાયેલું સુંદર ગીત…

  2. smj108
    June 17th, 2010 at 19:21 | #2

    શ્રી રાસબિહારી દેસાઈના અન્ય ગીતો પણ મૂકવા માટે નમ્ર વિનંતી

  3. December 5th, 2010 at 07:18 | #3

    રાસજીના ઘૂંટાયેલા અવાજે તથા કાવ્યના શબ્દોએ ઘેલું લગાડ્યું છે.

  4. September 22nd, 2012 at 11:13 | #4

    રાસભાઈ ઘરે આવે ત્યારે અમારા પસંદ ગીતોમાં આ ગીત પણ ગાતા,
    ત્રિવેદી પરિવાર

  5. vatsal m rana
    October 6th, 2012 at 13:32 | #5

    આ ઘેઘૂર અવાજ હવે ક્યારેય સાંભળવા નહિ મળે, અફસોસ ના કરીએ,આભાર માનીએ સુંદર ગીતો આપવા માટે.

  6. mukesh jhala
    September 18th, 2013 at 12:00 | #6

    આ ઘેઘુર નાદ સંગીત દરેકના હ્રીદયમાં એવો વસી / બેસી અને ઘર કરી ગયો છે કે હમેંશ ગુંજતો રહેશે. આવો સુંદર, મીઠો, સુરીલો, હ્રિદય સ્પર્શી અને નાદ ભ્રમ અવાજ હવે પ્રત્યક્ષ સાંભળવા નહિ મળે, પણ જયારે જયારે અને જેટલીવાર એમના મધુર સંગીતને સાંભળીશું ત્યારે ત્યારે તેઓ હાજર હજૂર છે તેવો ભાસ જરૂરથી થાય છે અને થતો રહેશે. આવો બીજો અવાજ પૃથ્વી ઉપર થવો અસંભવ છે.

  7. bhavisha patel
    October 4th, 2013 at 16:02 | #7

    રાસ ભાઈ એમના ગીતો દ્વારા સદાય અમર રહેશે આપણી વચ્ચે …

  1. No trackbacks yet.