Home > ગઝલ, પરેશ ભટ્ટ, પ્રહર વોરા, રાજેન્દ્ર શુક્લ, સમન્વય ૨૦૦૯ > હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક – રાજેન્દ્ર શુક્લ

March 25th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:પરેશ ભટ્ટ
સ્વર:પ્રહર વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક,
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાવ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોજ એની મહેકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક.

Please follow and like us:
Pin Share
  1. March 25th, 2010 at 17:30 | #1

    ભારતના સંતોની ઝલક કેટલા અસરકારક શબ્દોમા આપી દીધી છે.

  2. March 26th, 2010 at 03:47 | #2

    વાહ… !

    અદ્.ભૂત ગઝલ ફરી માણવાની મજા આવી !

    તેની સર્જનયાત્રાની નોંધ પણ વાંચવા જેવી છે.

  3. Gandhi M.D., U.S.A.
    March 26th, 2010 at 14:25 | #3

    સરસ ગઝલ છે.

  4. March 27th, 2010 at 13:05 | #4

    છેલ્લા બે દિવસોથી આ ગઝલ બસ સાંભળી જ રહ્યો છું… ગઝલ વિશે તો રા.શુ.એ પોતે જ વિસ્તારથી વાત કરી છે પણ પરેશ ભટ્ટનું સ્વરાંકન અને પ્રહર વોરાની ગાયકી પણ બબ્બે હાથે દાદ માંગી લે એવી છે… નશો નશો થઈ ગયો…

  5. March 27th, 2010 at 14:53 | #5

    પ્રહર વોરાએ સરસ ન્યાય આપ્યો છે. પરેશ ભટ્ટનાં અવાજમાં આ ગઝલ અહીં માણી શકાશે.
    http://www.rajendrashukla.com/PoetrySung.html
    આ ગઝલ વિષે કવિની વાત
    http://www.rajendrashukla.com/OtherWritings2.html

  6. September 17th, 2010 at 21:49 | #6

    એક અદભુત ગઝલ, સુંદર સ્વરાંકન કરનાર સ્વ. પરેશ ભટ્ટ સાથે આ રચના માટે મને તેમની તબલાં પર સંગત કરવાનું સદભાગ્ય મળેલું છે. પ્રહર એ આશાસ્પદ નવોદિત ગાયક છે.

  7. યજ્ઞાંગ પંડયા
    March 28th, 2011 at 15:54 | #7

    આવું ક્યારેય લખાવાનું …
    અને આવું ક્યારેય સ્વરાંકન પણ ના થઇ શકે ….
    રાજેન્દ્ર શુક્લ અને પરેશ ભટ્ટ ની સર્જન શક્તિ ને સો સો સલામ ….

  8. Praher Vora
    July 25th, 2012 at 16:37 | #8

    નમસ્તે! આપ સર્વે નો ખુબ જ આભાર અને પ્રણામ મારા ગીતો પસંદ કરવા બદલ. એક વિનંતી કરીશ કે મારું નામ પ્રહેર લખાયું છે એની જગ્યા એ પ્રહર લખી સુધારશો. આભાર સહ
    આપનો
    પ્રહર વોરા.

  1. March 26th, 2010 at 03:45 | #1
  2. March 26th, 2010 at 15:14 | #2