Home > અશરફ ડબાવાલા, ગઝલ, ગૌરાંગ વ્યાસ, પાર્થ ઓઝા, સમન્વય ૨૦૦૯ > સરવૈયાની ઐસી તૈસી – અશરફ ડબાવાલા

સરવૈયાની ઐસી તૈસી – અશરફ ડબાવાલા

March 31st, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:ગૌરાંગ વ્યાસ
સ્વર:પાર્થ ઓઝા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સરવૈયાની ઐસી તૈસી, સરવાળાની ઐસી તૈસી,
જીવની સાથે જીવી લીધું ધબકારાની ઐસી તૈસી.

જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી તૈસી.

શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં તરનારાની ઐસી તૈસી.

ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી તૈસી.

Please follow and like us:
Pin Share
  1. jay shah
    April 1st, 2010 at 03:50 | #1

    beautifully played!

  2. Ramesh Chokshi
    May 19th, 2010 at 03:34 | #2

    સુંદર ગીત , સારી રચના ,

  1. No trackbacks yet.