Home > પ્રાર્થના-ભજન, પ્રિતમદાસ, સંજય ઓઝા > હરિનો મારગ – પ્રિતમદાસ

હરિનો મારગ – પ્રિતમદાસ

December 6th, 2007 Leave a comment Go to comments

સ્વર: સંજય ઓઝા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને;
પરથમ પહેલાં મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહીં સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.
—————————
આભાર: લયસ્તરો

Please follow and like us:
Pin Share
  1. March 17th, 2010 at 23:15 | #1

    વહ્ ખુબ્ સરસ….શબ્દો ટુંકા પડે છે.

  2. Bamba vipul
    March 13th, 2014 at 11:24 | #2

    તીરે ઉભા રહી જે જુવે તમાશો , તે કોડી નવ પામે જોને.

  3. Bamba vipul
    March 13th, 2014 at 11:32 | #3

    માંહી પડ્યા તે મહા સુખ મને દેખણહારા દાઝે જોને.. @Bamba vipul
    તે માટે આ ભજન સાંભળવુજ પડે જોને.

  4. HIRJI BHUDIA
    May 27th, 2014 at 03:30 | #4

    ખુબ સરસ

  5. HIRJI BHUDIA
    May 27th, 2014 at 03:33 | #5

    જાણે પાછા હાઈ સ્કૂલ માધાપર કચ્છ માં બેઠા હોઈએ આવું લાગે. પણ આ તો અમેરિકાનું હુસ્ટન છે

  1. No trackbacks yet.