Home > ગીત, નયનેશ જાની, નયનેશ જાની, મુકેશ જોષી, સમન્વય ૨૦૦૯ > સુખની આખી ઇન્ડેક્સ – મુકેશ જોષી

સુખની આખી ઇન્ડેક્સ – મુકેશ જોષી

April 12th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:નયનેશ જાની
સ્વર:નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સુખની આખી ઇન્ડેક્સ અને અંદર દુ:ખના પ્રકરણ,
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ.

પૂંઠા વચ્ચે પાનાં બાંધ્યા, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને પાને પાનાં વાંચે.
પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ?

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક,
તમે ફેરવો પાનાંને એ પુસ્તકમાંથી ગાયબ.
ફાટેલાં પાનાંના જેવાં ફાટી જાતાં સગપણ.

આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે,
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે.
હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ.
———————————————————
સાભાર: રીડગુજરાતી

Please follow and like us:
Pin Share
  1. Nalin Purohit
    April 12th, 2010 at 15:48 | #1

    સરસ. ગુજરાતી કાવ્યો વાંચીને અનહદ આનંદ થાય છે. ખાસ કરીને દિવસે દિવસે ગુજરાતી ભાષા નો વપરાશ ઓછો થતો જાય છે. આપણું સાહિત્ય વધુ માં વધુ વંચાય એ સારું. મુંબઈ માં ગુજરાતી સાહિત્ય મેળવી શકાય એવા પુસ્તકાલય ઘણા ઓછા છે. ખાસ કરીને ગુજરાતી પરા માં – જેવા કે ઘાટકોપર, મુલુંડ, માટુંગા, કાલબાદેવી, બોરીવલી, કાંદિવલી, મલાડ વિગેરે. જો અહીં ગુજરાતી પુસ્તકો library મારફત મળ્યા કરે તો ગુજરાતી સાહિત્ય અને લોકગીતો નો પ્રચાર વધુ થશે.

  2. April 12th, 2010 at 16:32 | #2

    સરસ…. !

  3. Neha
    April 12th, 2010 at 19:54 | #3

    આ ગીત પહેલા પણ સાંભળેલું છે, ઇન્ડેક્ષ ની જગ્યાએ અનુક્રમણિકા હતું.
    ખુબ સરસ ગીત છે. આભાર!

  4. April 13th, 2010 at 01:54 | #4

    જામ્યું પણ છેલ્લી કડી બાકાત રહી તે સમાજ ના પડી!

  5. April 13th, 2010 at 05:58 | #5

    સુંદર રચના અને સ્વરાંકન…

  6. Sushila Patel
    April 14th, 2010 at 11:50 | #6

    @Nalin Purohit
    સરસ ગીત , સુંદર સ્વરાંકન . મને ખબર છે ત્યાં સુધી ઘાટકોપરમાં (પશ્ચિમ ) હિન્દુસભા ધ્વારા ચલાવાતી ગુજરાતી લાયબ્રેરી ખૂબ જ સારી છે .હું લગભગ ૨૦ વરસ (૧૯૬૭ થી ૧૯૮૭ ) સુધી એની મેમ્બર હતી .ઘણા જ સારા પુસ્તકો મળી રહે છે .

  7. April 18th, 2010 at 00:56 | #7

    સુખની આખી index ને અંદર દુ:ખના પ્રકરણ …ફાટેલા પાના જેવા ફાટી જતા સગપણ .. વાહ ..સુંદર ઉપમા આપી છે આ જિંદગી નામ ની કિતાબ નાં દરેક પાનાઓ અને અનુક્રમણિકાને…

  1. No trackbacks yet.