Home > અંકિત ત્રિવેદી, આલાપ દેસાઈ, આશિત દેસાઈ, ગઝલ, સમન્વય ૨૦૦૯ > મેં હજી મત્લા કર્યો છે – અંકિત ત્રિવેદી

મેં હજી મત્લા કર્યો છે – અંકિત ત્રિવેદી

April 15th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:આલાપ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?
તોય ડૂમો કરગર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

વાત જે ના થઈ શકી એનો નશો મિસરો બનીને,
ધીરે ધીરે વિસ્તર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

સાંજની ભીની હવા પરના રદીફનો હાથ ઝાલી,
કાફિયાને કોતર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે?

Please follow and like us:
Pin Share
  1. Ramesh Patel
    April 17th, 2010 at 05:12 | #1

    Please provide meaning of some of the uncommon words used, so that we can enjoy this fully.

  2. April 18th, 2010 at 00:47 | #2

    સુંદર …!! રદીફનો હાથ જાલી કાફિયા ને કોતર્યો છે .. વાહ ..!

  3. યજ્ઞાંગ પંડયા
    March 6th, 2011 at 16:55 | #3

    અંકિત ભાઈ ….જીઓ ….
    તે કરેલા સહુ ખુલાસા ઓ આગળ શેર આ સમો ધર્યો છે ….
    સ્વરાંકન પણ સરસ ….
    આવી મજાની રચના વહેંચવા બદલ ….રણકાર નો આભાર ….

  4. શિવમ એમ. રાઠોડ
    September 2nd, 2011 at 08:58 | #4

    અંકિતભાઇ, ખરેખર સુંદર રચના છે.

  5. October 12th, 2011 at 18:39 | #5

    ખૂબ સુંદર! અસરદાર composition અને સુંદર શબ્દો. આલાપ ભાઈ ની ગાયકી વિષે તોહ બધા જાણે જ છે. અતિ સુંદર.

  1. No trackbacks yet.