Home > કૃષ્ણગીત, નરસિંહ મહેતા > જળકમળ છાંડી જાને – નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને – નરસિંહ મહેતા

December 17th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે.. હે જળકમળ..

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ.. હે જળકમળ..

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ.. હે જળકમળ..

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો.. હે જળકમળ..

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો.. હે જળકમળ..

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ.. હે જળકમળ..

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ.. હે જળકમળ..

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો.. હે જળકમળ..

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો.. હે જળકમળ..

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે.. હે જળકમળ..

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને.. હે જળકમળ..

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો.. હે જળકમળ..

Please follow and like us:
Pin Share
  1. December 17th, 2007 at 11:24 | #1

    સ્કુલ ટાઇમમા આ કાવ્ય મને ખુબ જ ગમતુ હતુ.

  2. December 17th, 2007 at 17:44 | #2

    reached in those old beautiful..golden days.
    sweet memories with this song.thanks

    upar some mistakes..dont know..pl. delete it.

    thanks

  3. preeti mehta
    December 19th, 2007 at 14:52 | #3

    મારી મન ગમતું કાવ્ય…

  4. December 22nd, 2007 at 10:13 | #4

    આ ગીત…આખું નાગ દમન આલેખી જાય છે નજર સામે…

  5. Sandip Parikh
    December 22nd, 2007 at 16:45 | #5

    This is the best “Kavita” to remember which attachs our “Balpan” with Krishana’s “Balpan”

  6. May 10th, 2008 at 14:28 | #6

    I like this Bhajan because it has very secret meaning inside this poem.
    Whenever we do GOOD act does not mean that the end result shall also be good.
    Same thing happend here.There was a SAURABHI muni & was doing TAP on the bank of Yamunaji. GARUD was coming daily at the Bank of Yamunaji & grabbing Fish daily from the Yamunaji. Garud is a vehicle of Shri Vishnu so Garud is sevak of Shri Vishnu & obeys the order of his lord. Saurabhi Muni sees that Garud is coming & taking away fish & other water creatures from Shri Yamunaji. So Saurabhi gives SHRAP to Garud that as I am doing Tap here you cannot enter this area. This talk was heared by One of the Snake i.e. Kaliya Nag & he decides to settle at Yamunaji. Later on Kaliya makes the water of Shri Yamunaji to be Poisionous. He was secured from Garud because of Saurabh Muni. Then this above mentioned incident occures. At the end Kaliya Nag asks Shri Krishna that where should I go because again Garud will kill me. Then Shri Krishna says that My foot prints are on your FEN so Garud will not harrass you anytime. In this way, VARDAN was given to Kaliya Nag that you are now ABHAY. Shri Krishna danced on the FEN of Nag & as this dance was very difficult as it was on Nag’s Fen so shri krishna is called NATVAR. NAT means Actor & VAR means Best. He is the best actor i.e. Natvar & SHIV is NATRAJ means he is the king of all actors. Other meaning of NATVAR is that when Gopi sees Shri Krishna going from one VAN i.e. Jungle to another on a rope , she says that my husband is coming on a rope so he is Nat & Var means Best so He is NATVAR.

  7. July 21st, 2008 at 07:40 | #7

    આ ગીત ખુબજ સુદર રીતે આબેહુબ રજુ કર્યુ તે ખરેખર પ્રશસા પાત્ર !!!

  8. Jash Dedhia
    August 2nd, 2008 at 15:47 | #8

    મને ખૂબ જ ગમી.
    Pan adhoori chhe.

  9. August 4th, 2008 at 17:56 | #9

    Thank you very much for this web site.

  10. Bhargav
    August 23rd, 2008 at 21:24 | #10

    bhupesh bhai thank you for information.
    by the way if i am not wrong singers are damayanti bardai and pranlal vyas.

  11. Captain Narendra
    September 29th, 2008 at 20:32 | #11

    આ ગીત સાથે જોડાયેલી સ્મૃતી અહીં કહ્યા વગર રહી શકતો નથી. ૧૯૯૧માં હું લંડનમાં આવેલા ભારતીય ઉપખંડના માનસિક વ્યથાથી પીડાતા લોકો માટેના ‘ડે સેન્ટર’માં ગ્રુપ-વર્કનું સંચાલન કરતો હતો. મારા જુથનું નામ હતું – ‘સ્મૃતી-યાત્રા’. તેમાં ભાગ લેનારા સભ્યોને તેમના જીવનકાળના અગત્યના લૅન્ડ=માર્ક વિશે વાત કહેવા પ્રોત્સાહન અપાતું. અૌદાસિન્ય ગ્રંથીથી પીડાતા લોકો એકલા અટૂલા બેસી રહેતા હોય છે, તેમને તેમનાં મનની કોટડીમાંથી બહાર લાવવાના પ્રયત્નરૂપે આ જુથ ચાલતું. અમારા જુથમાં ૭૦ વર્ષના માજી હતા. એક મહિનો ચાલેલા અમારા જુથમાં તેમને કદી કશું કહ્યું ન હતું.
    એક દિવસ અમારો વિષય હતો – શાળાની યાદગિરી. આ વખતે પણ માજી ચૂપ જ રહ્યા. મેં કહ્યું, “તમને કોઇ કવિતા તો યાદ હશે ને? આપણે મળીને ગાઇએ ‘જળકમળદળ ….” બધાંના આશ્ચર્ય વચ્ચે માજી આખું ગીત ગાઇ ગયા. ત્યાર બાદ તેમણે બધા જુથમાં આનંદથી ભાગ લીધો.

  12. anil patel
    October 3rd, 2008 at 19:00 | #12

    વરસ બાદ સામ્ભર્યુ,મન ભરાઈ આવ્યુ.

  13. madhukar gandhi
    November 2nd, 2008 at 07:30 | #13

    ગાયન ખૂબ ગમ્યું.અન્ય ગાયકે ગાયેલું આજ ગીત સમ્ભળવા મળે એવી ઇછા છે.

  14. December 15th, 2009 at 10:43 | #14

    “Jag Ne To Jaddhava Krishna Govodiya Tuj Bin Dhenu Kaun Charse” Aaa Krishnageet ma add karo ane aa geeta mare sambdhvu che

  15. December 15th, 2009 at 10:45 | #15

    Tamari Website Khubsaras Che Please Add Prabhatiya Songs

  16. December 19th, 2009 at 11:09 | #16

    Niraj Shah Sir Please Prabhatiya Song tamari website per muko

  17. December 19th, 2009 at 11:10 | #17

    AA Song Sambhadine Atma ne Santi made che Thanks Niraj Shah

  18. BHARAT
    January 27th, 2010 at 16:56 | #18

    MANE GUJARATI NA BHAJNO NI AVI SITE CHE ANO MANE GRVA CHE.\
    hu avu kary karnar mahanubhav no adar karu chu

  19. shirin
    February 19th, 2010 at 01:23 | #19

    Bachpan man mari sakhi VIJYA MANEri AA ANE shrvan nu bhajan shikhvadti hati,& maari pase ginan shikhtihati,atyare pan mane aakhu bhajan yaad chhe,shravan na shabdo yaad nathi te muksho please.

  20. Surekha
    July 15th, 2011 at 17:54 | #20

    બાળપણ ની સ્કૂલ યાદ આવી ગઈ ……… મારી favarit કવિતા

  21. vishal pandya
    November 24th, 2014 at 13:49 | #21

    સુંદર

  22. April 30th, 2021 at 17:05 | #22

    જબરદસ્ત!!! ખૂબ મીઠો અવાજ, ખૂબ સરસ ભાવ.
    વારંવાર સાંભળું છું, વારંવાર આંખ ભીની થાય.

    Would love to buy a record.

  1. No trackbacks yet.