Home > અમર ભટ્ટ, અમર ભટ્ટ, ગઝલ, રાજેન્દ્ર શુક્લ, સાયુજ્ય > સાંજ ઢળતાં જ – રાજેન્દ્ર શુક્લ

સાંજ ઢળતાં જ – રાજેન્દ્ર શુક્લ

August 12th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સાયુજ્ય
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સાંજ ઢળતાં જ રોશન થતાં મહેકતાં
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં,
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં.

ઓશીકે એક ઘડિયાળ અટકી પડે
વેળ તો વેળની જેમ વિત્યા કરે,
વાયરા દખ્ખણના તો ગમે તે ક્ષણે
કેસરી કેસરી દ્વાર ખખડાવતાં.

સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધા તરબતર નીકળે,
કોઈને કોઈની કંઈ ખબર ના રહે
કોણ છલકી જતાં કોણ છલકાવતાં.

Please follow and like us:
Pin Share
  1. August 13th, 2010 at 22:24 | #1

    આખી ગઝલ વાંચવાની ઈચ્છા હોય તો, બાકીના ત્રણ અશઆર (ગઝલસંહિતા, મંડલ-૩, પૃષ્ઠ ૨૩):

    ચાર ખૂણા હજી સાચવીને ઊભા
    ધૂંધળા ધુંધળા કોક અણસારને,
    ઘોર એકાંતનું છાપરું ને છજાં
    જો ઊડે આભમાં પાંખ ફફડાવતાં!

    સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
    જે મળે તે બધાં તરબતર નીતરે,
    કોઈને કોઈની કૈં ખબર ના રહે-
    કોણ છલકી જતાં, કોણ છલકાવતાં!

    ઘૂંટ એકજ અને આંખ ઝૂકે જરા,
    સાત આકાશ ખૂલી જતાં સામટું,
    જોઉં તો જામમાં ઝળહળે એ સ્વયં
    ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં!

    (૧૯-૨૩ અપ્રિલ, ૧૯૭૭)

    કવિની વેબસાઈટઃ http://www.RajendraShukla.com

  2. prashant
    August 19th, 2010 at 03:46 | #2

    વાહ અમરભાઈ! કેવું અદભૂત સ્વરાંકન અને સુંદર ગાયકી, રાજેન્દ્ર શુક્લ ની ગઝલ ને ગણી માની.

  3. aniruddhsinh
    December 1st, 2010 at 02:33 | #3

    ગૂડ નીરજ

  1. No trackbacks yet.