Home > અજ્ઞાત, ગઝલ, સમન્વય ૨૦૦૯, સોનિક સુથાર > ત્યાં ભરીશું આપણે મુશાયરો..

ત્યાં ભરીશું આપણે મુશાયરો..

August 17th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વર:સોનિક સુથાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આંખ તારી થઈ જશે જયારે નમેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો
ઉકલે એ વાત તેં જે નહીં કહેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.

તેજ કિસ્સો તેજ રેતી તેજ કાદવ ધૂળમાં મેલો થયેલો એ સમય,
બાંધશું દરિયે ફરી પાછી હવેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.

એ ગઝલ જે ફૂલ પર બેસી રહે ને બાતમી ખુશ્બુ સભર આપ્યા કરે,
એ ગઝલ ઝાકળ બની ઉડી ગયેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.

સાંજ ટાણું સ્વપ્ન કોરાં, આંખમાં આંજી ગઝલ ને આંખમાં લઈને ઉદાસી
જે ગઝલ વર્ષો પાછી સામે મળેલી ત્યાં ભરીશું આપણે મુશાયરો.

Please follow and like us:
Pin Share
  1. August 17th, 2010 at 15:29 | #1

    સરસ ગઝલ. શક્ય હોય તો કોણે લખી છે એની માહિતી આપશો

  2. August 29th, 2010 at 15:42 | #2

    કવિ – અંકિત ત્રિવેદી
    સંગીત – અમર ભટ્ટ

  3. Harshad Mistry
    September 9th, 2010 at 22:46 | #3

    વેરી ગૂડ ગઝલ . સોનિક ભાઈ એ ખુબ સુંદર રીતે ગાઈ. વર્ષો પછી આટલી સુંદર ગઝલ સાંભરવા મળી તે બદલ ખુબ ખુબ આભાર. મારે સોનિક ભાઈ ને મળવું છે જો તમે મને એમનો સંપર્ક નંબર મેળવી આપો તો તમારો ખુબ ખુબ આભાર માનિસ.

  4. surekha
    January 17th, 2012 at 09:59 | #4

    very beautiful gazal

  1. No trackbacks yet.