Home > આશિત દેસાઈ, ગીત, વેણીભાઈ પુરોહિત, હેમા દેસાઈ > એક સથવારો – વેણીભાઈ પુરોહિત

એક સથવારો – વેણીભાઈ પુરોહિત

January 18th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: સંગીત સુધા
સ્વર: આશિત – હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો
એક સથવારો..

આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં

એક અણસારો ઓળખનો
એક ઝબકારો એક ક્ષણનો
એક સથવારો..

ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું
મેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું

એક ધબકારો રુદિયાનો
એક પલકારો પાંપણનો
એક સથવારો..

સપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી
ગુલાલની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી

એક ફણગો છે ફાગણનો
એક તણખો છે શ્રાવણનો
એક સથવારો..
—————————–
આભાર: ઊર્મિસાગર

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    January 18th, 2008 at 14:55 | #1

    આ તેમનું નવું આલ્બમ છે?

  2. jayesh
    October 27th, 2008 at 20:12 | #2

    સન્ગીત સુધા આલ્બુમ મારે વસાવવો ચ્હે,મને ક્યા મલસે ?

  3. uday karani
    October 17th, 2009 at 06:02 | #3

    મને આ ીત ખુબજ ગમ્યુ

  4. jignesh barot
    June 26th, 2014 at 11:25 | #4

    આ ગીત ખુબજ સરસ છે . જેમાં વર્ણવેલ શબ્દ મન ને સ્પર્શી જાય તેવા છે ….

  1. No trackbacks yet.