Home > ગઝલ, ગની દહીંવાલા, પંકજ ઉધાસ, પંકજ ઉધાસ, સમન્વય ૨૦૧૦ > ન તો કંપ છે ધરાનો – ગની દહીંવાલા

ન તો કંપ છે ધરાનો – ગની દહીંવાલા

આલ્બમ:સમન્વય ૨૦૧૦
સ્વરકાર:પંકજ ઉધાસ
સ્વર:પંકજ ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


“જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા, કાં યાર, બીદ્ધિમાનની સાથે પીઓ,
ખુબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ, છાની પીઓ પણ ભાનની સાથે પીઓ”
– શૂન્ય પાલનપુરી

ન તો કંપ છે ધરાનો ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો હું કશુંક પી ગયો છું.

હતો હુંય સૂર્ય કિન્તુ ના હતી તમારી છાયા,
કઈ વાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જીવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

‘ગની’ પર્વતોની સામે આ શીશ અણનમ
તારી પાપણો ઢાળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

Please follow and like us:
Pin Share
  1. vipul acharya
    July 22nd, 2011 at 06:02 | #1

    pankaj udhaas nun sidhu sadu pan gazal ne sangopang rakhti rajooaat.

  2. chandralekha rao
    July 22nd, 2011 at 06:07 | #2

    બહુ રાહતે લીધા છે મેં પસંદગી ના શ્વાસો,

    નજીવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું…ખુબ સુન્દર રચના…. અને એતલું જ મધુરું સ્વરાંકન…

  3. Harshad Govani
    July 24th, 2011 at 05:35 | #3

    Pankaj as usual is an excellent composer and great singer.

    this gujarati Gazal of Gani Dahinwala was composed and sung with deep inner feelings which gave me great pleasure as a Gujarati.

    As such I admire all three brothers and I hope they can keep singing gujarati geets and gazals for long long time.

    My best wishes for all three brothers.

    Harshad Govani

  4. Nafees
    July 24th, 2011 at 23:45 | #4

    ગનીસાહેબની નઝમ તો માશાલ્લાહ અફલાતુન હોય છે અને અહીં તેને વાંસીને દીલ આફરીન પોકાર્યા વગર ના રયું! વાહ! કિયા બાત કહી! પરવતોની સામે શીશ કોઇ દી’ ના ઢળ્યું, પણ ‘એમની’ ઢાળેલી પંાપણો જોય એમનો ચાહક વારે વારે ઝુકી ગયો વાંસી ગનીસાયેબને દાદ આપીયા વગર ના રેવાયું. આવા મહાન સાયર અને તેમની એવી જ ગજબની સાયરીથી ગુજરાત ધનિય થૈ ગયું! વાહ અને નીરજ સાયેબ, તમારા શુક્રિયા માનીયે છીયે. તમે ગની સાયેબની મુલાકાત કરાવીને આ જણની પાંપણ નમ્મ કરાવી દીધી.
    લિ. નફીસ નાઇરોબી.

  5. HARITA
    December 9th, 2011 at 19:10 | #5

    હું સોનાલી વાજપાઈ નું ગાયેલું ગીત ” આભ માંથી મેહુલીયો વરસે છમાંચમ શ્યામ તને રાધા ના સમ”
    શોધું છું.
    કોઈ મને મદદ કરશે ? પ્લીઝ

  6. sagar kansagra
    March 11th, 2016 at 21:58 | #6

    Aafarin gazal,gayaki adbhut,vasadi vadak aadbhut,tabla ,koy vastu ghate nay ,swarg ne niche utaryu tamo badhaye

  7. sagar kansagra
    March 11th, 2016 at 22:07 | #7

    MANE UPAR NU MUKTAK AAMRUT GHAYAL NU CHHE AEM LAGE CHHE(NAHI KE SHUNYA SAHEB NU)

  1. No trackbacks yet.