દિલ ઉદાસ છે – મનોજ મુની

આલ્બમ:મારા હૃદયની વાત
સ્વરકાર:સોલી કાપડિયા
સ્વર:સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આજે ફરીથી સાંજ પડે દિલ ઉદાસ છે,
છે સાથ તારો આજે છતાં મન ઉદાસ છે.

ઢળતા સુરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.

હાથોમાં લઈને હાથ બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.

થાશું જુદાં ફરી અને મળશું ફરી કદી,
મિલનમાં હસતી આંખોમાં કીકી ઉદાસ છે.

પૂજ્યા’તા દેવ કેટલાં તેં પામવા મને,
દઈ ના શક્યો વરદાન પ્રભુ પણ ઉદાસ છે.

Please follow and like us:
Pin Share
  1. Divyakant Kantilal Jivan Samji
    May 16th, 2012 at 10:23 | #1

    આ ધ્વનિમાં એટલી મધુરતા સંપન થાય છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે .

    દિવ્યકાંતના ધન્યવાદ.

  2. vrajlal
    February 9th, 2013 at 18:11 | #2

    બો સારી ગઝલ છે

  3. Ravi Yadav
    December 9th, 2013 at 11:14 | #3

    શોર-બકોરથી ભરપુર આ દુનિયામાં એક હૃદય ઉદાસ છે,
    લાચાર માણસોની વ્યથા વિચારીને એક મન ઉદાસ છે,
    કેવી રીતે લડતા હશે એ લોકો પરિસ્થિતિની સામે,
    તેમના શ્વાસોમાં પસાર થતી હવા પણ ઉદાસ છે,
    અમીરોના મહેલો જોઇને, બાળે છે ગરીબો એના ઝુપડા,
    અંધારામાં રોશની લાવવા છતાં પણ એ આગ ઉદાસ છે,
    માનસિક પરિસ્થિતિના વર્ણનો કોની સામે કરું હું “રવિ”,
    આ દુનિયા માં તો દરેક માણસ ઉદાસ છે.

  1. No trackbacks yet.