Home > ગઝલ, પંકજ ઉધાસ, રમેશ પારેખ > તમારા વગર – રમેશ પારેખ

તમારા વગર – રમેશ પારેખ

February 15th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: હસ્તાક્ષર
સ્વર: પંકજ ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમારા વગર એ કુંવારી જ રહેશે,
તમારી કબર તો તમારી જ રહેશે.

તમે ઘર કે શેરી બદલશો પરતું,
ભીંતોની વફા એકધારી જ રહેશે.

ન ફળદ્રુપ થઈ કોઈની પણ હથેળી,
કે ખારી જમીનો તો ખારી જ રહેશે.

પગેરું હયાતીનું જોયું છે કોણે?
કે એતો કરારી ફરારી જ રહેશે.

Please follow and like us:
Pin Share
  1. February 15th, 2008 at 18:21 | #1

    રમેશ પારેખને ગીત કવિ તરીકે ઓળખતા કે ઓળખાવતા-ને અર્પણ કરવા જેવી ગઝલ.
    -સુઁદર ગઝલ

  2. raj sangoi
    August 13th, 2008 at 20:58 | #2

    નમસ્તે નિરજ ભૈ,
    ઘઝલ ‘ તમારા વગર્, રમેશ પરેખ નિ લખેલ્, પન્કજ ઉધાસ નિ ગાયેલ્, ફેબ્. ૧૫ નિ, આ ઘઝલ બરાબર સમ્ભણાતિ નથી. ઘણુજ દિસ્ટરબન્સ્ આવી રહ્યુ . રસ્તો સુચવ્શો. ખૂબજ આભાર્.
    રાજ સન્ગૉઇ, નયુ જર્સી. યુએએ

  3. November 13th, 2009 at 09:55 | #3

    રમેશ પારેખ અને પાછુ પંકજ ઉધાસ આ બને વિભૂતિ હોય અને તમારા વગર એ કુંવારી રહેશે. આ ગઝલ માં કુંવારી છોકરી નું પાત્ર અને છોકરા નું પાત્ર એવી રીતે છે. કે તમે વિચારી પણ ન શકો. ઘણી સારી અને વધારે મને ગમતી ગઝલ માત્ર આ છે.
    આભાર નીરજભાઈ, પંકજભાઈ અને રમેશભાઈ
    અંકિત પંચાલ
    વડોદરા

  4. Jayant Mehta
    April 10th, 2010 at 06:39 | #4

    ક્ષ્કેલ્લેન્ત ગીત. પ્લેઅસંત વોર્ડસ અંદ વેરય સૂથીંગ. કીપ ઉપ થે ગૂડ વોર્ક.

  5. shilpa
    April 19th, 2010 at 06:56 | #5

    પંકજ ઉધાસ ના અવાજ માં આ ગઝલ ખુબ સરસ રીતે ગવાય છે, ગુજરાતી ભાષામાં ગઝલ એક સુંદર મજાનું લોકો સુધી ગુજરાતી ભાષાને પોહ્ચ્દાવાનું માધ્યમ છે .
    -ભાવનગર -દાઠા

  1. No trackbacks yet.