હંસલો પિંજરે પુરાણો – અવિનાશ વ્યાસ
આલ્બમ:સાત સૂરોના સરનામે
સ્વરકાર:ગૌરાંગ વ્યાસ
સ્વર:આલાપ દેસાઈ
સ્વરકાર:ગૌરાંગ વ્યાસ
સ્વર:આલાપ દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હંસલો પિંજરે પુરાણો ગુરુજી, મારો હંસલો પિંજરે પુરાણો
કાયાનું કોડિયું ઝોલાં રે ખાતું ને આતમડો મૂંઝાણો..
પળ પળ છળતી મૃગજળ સમ આ સંસારી જાત
હોય ભલે રાણીનો જાયો સૌને માથે કાળ
જે આવે તે જાય એટલું જાણો.. ગુરુજી મારો..
બાંધ ગઠરિયા પાપ-પુણ્યની, જાવું સામે પાર
ઉપર ફૂલ નીચે કાંટા, અવળો આ સંસાર
કાયાનો કાચો તણો વાણો.. ગુરુજી મારો..
Categories: અવિનાશ વ્યાસ, આલાપ દેસાઈ, ગીત, ગૌરાંગ વ્યાસ, સાત સૂરોના સરનામે alap desai, Avinash Vyas, Gaurang Vyas
Really નીચે અ પ્લેઅસિંગ.
સ્વર અને સંગીત સાથસાથ માણવા મળે માટે આભાર.
કાંતિલાલ પરમાર
હીચીન
saras
તમે આ SITE શરુ કરીને ગુજરાતી અને ગુજરાતી ભાષા પર મોટો ઉપકાર કર્યો
એ બદલ નીરજભાઈ તમારો આભાર . . . . . .
બહુજ સરસ
Grat
Great Bhajan ! sung nicely with sweet voice of Alap Desai