Home > આદિલ મન્સુરી, ગઝલ, મનહર ઉધાસ > સામાં મળ્યાં તો – આદિલ મન્સુરી

સામાં મળ્યાં તો – આદિલ મન્સુરી

આલ્બમ: અપેક્ષા
સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.”

સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.

સાચે જ મીણ જેવી હતી મારી જિંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.

મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.

કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.

Please follow and like us:
Pin Share
  1. March 4th, 2008 at 08:29 | #1

    ખૂબ સરસ શબ્દો …મારા થી આન્સુ વધુ ખુશનસીબ … એને તમારી આંખો મા જગ્યા મલી ગઇ…! સરસ …

  2. સુરેશ જાની
    March 4th, 2008 at 12:34 | #2

    મને બહુ જ ગમતી ગઝલ. છેલ્લો શેર બહુ જ દર્દનાક છે.

    બાળક જન્મે છે ત્યારે તેને કોઈ દુશ્મનો હોતા નથી. પણ ક્યાંથી આ બધી દુશ્મની થઈ જાય છે?

  3. March 4th, 2008 at 13:45 | #3

    આદિલ સાહેબ,ગુજરાતી ગઝલની એ વિરાસત છે જેનો આ જનમમા તો કોઇ પર્યાય નથી !
    ગઝલના એ વટવૃક્ષને સાદર નમન !
    એક એક શેર લાજવાબ હોય છે એમની કોઇપણ ગઝલ જૂઓ !

  4. March 8th, 2008 at 10:24 | #4

    ક્યારેક આંસુ નસીબદાર સબીત થાય યાર..કે આપણી જગ્યાએ આંખોમાં એને જગ્યાં મળી જાય છે,
    પણ તૂં ક્યાં ઓછો નસીબદાર છે…?,તૂ હસ્ય બની જાય છે ને તને હોઠ પર જગ્યા મળી જાય છે.

    બરાબર???????

  5. March 10th, 2008 at 20:30 | #5

    my fvrt gazal n shayar… મુક્તક પણ સરસ છે.. ”એકાંત મા તો જાત ને મળી જવાય છે..!! ” વાક્ય કેટલું ધારદાર છે,નહી..!!

  6. pagrav (prit makwana)
    July 27th, 2008 at 22:03 | #6

    nice gazal…and great Lyrics of it…
    “sama madya to emni nazaro dhadi gay,
    Rasta mahi j aaj to Manzil madi gay”…

  1. No trackbacks yet.