Home > ગીત, પ્રિયકાંત મણિયાર, બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય > કાજળનાં અંધકારે – પ્રિયકાંત મણિયાર

કાજળનાં અંધકારે – પ્રિયકાંત મણિયાર

March 27th, 2008 Leave a comment Go to comments

સ્વર: વિરાજ-બિજલ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કાજળનાં અંધકારે, કાજળની કીકી થકી,
કાજળનાં લેખ અમે વાંચ્યા;
ધરતીની ભોંય નહીં, ઝાંઝર ઝમકાર નહીં,
અમે પાણી વિનાનાં એવાં નાચ્યા.

પાણીની કોડિયું ને પાણીને વાટ લઈ,
પાણીની જ્યોત દીપ ફૂટ્યો;
પાણીનાં મહેલમાં પાણીના તેજ અને,
પાણી પવનથી બુઝ્યો!
સૂરજનાં કંઠ સોહે એવો એક હાર રચ્યો,
બુદબુદનાં મોતી અમે ગાંઠ્યા.

આકાશી વાદળાની આકાશી ધાર અમે,
આકાશી ભોમ પર ઝીલીએ;
આગળ ને પાછળ, પાછળ ને આગળ,
થાતાં શી હરીયાળી ખીલી,
મૃગનાને ડૂબવે, ચારેકોર ઘુઘવે,
એ મૃગજળનાં ફૂલને,
કંઈ નઈનાં હાથ થકી નાથ્યા.

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    March 27th, 2008 at 14:07 | #1

    ઉંડો વીચાર માંગી લે તેવી રચના. કોઈ આનું રસદર્શન કરાવે તો આનંદ થશે.

  2. pragnaju
    March 27th, 2008 at 15:01 | #2

    પ્રિયકાંત મણિયારના ઋજુ સ્વભાવને વ્યક્ત કરતું સુંદર કર્ણપ્િરય ગીત,
    તેમના આ ગીતો પણ સહજતાથી ગાઈ શકાય તેવાં છે-
    ગીત એક ગાયું ને વાયરે વાવ્યું
    કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ!
    અને
    આ નભ ઝૂક્યું તે કાનજી
    ને ચાંદની તે રાધા રે,

  3. Atul Joshi
    March 27th, 2008 at 20:24 | #3

    Very nice & sweet geet.
    Thanks Nirajbhai for this post.

    Atul

  4. March 31st, 2008 at 10:56 | #4

    સરસ કર્ણપ્રિય ગીત માણવા મળ્યુ.

  1. No trackbacks yet.