Home > અજ્ઞાત, પ્રાર્થના-ભજન, હેમંત ચૌહાણ > રંગાઇ જાને રંગમાં…

રંગાઇ જાને રંગમાં…

સ્વર: હેમંત ચૌહાણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રંગાઇ જાને રંગમાં..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તું રંગમાં..
રંગાઇ જાને રંગમાં..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં..
રંગાઇ જાને રંગમાં..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં..
રંગાઇ જાને રંગમાં..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં..
રંગાઇ જાને રંગમાં..

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં..
રંગાઇ જાને રંગમાં..

બત્રીસ ભાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં..
રંગાઇ જાને રંગમાં..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં..
રંગાઇ જાને રંગમાં..
—————————————-
ફરમાઈશ કરનાર મિત્ર: દિપેન પટેલ

Please follow and like us:
Pin Share
  1. April 9th, 2008 at 12:03 | #1

    મારુ પ્રિય ભજન.

  2. pragnaju
    April 9th, 2008 at 16:16 | #2

    હોળી-ધુળેટી પછીની ‘રંગપંચમી’
    એટલે જીવન-સંઘર્ષમાં વ્યસ્ત અને
    ત્રસ્ત લોકસમાજ માટે હાલ-વિલાસ,
    આનંદ-પ્રમોદ અને નવચૈતન્યના ફુવારા
    સમું રંગરાગથી ભરેલું મહાપર્વ.
    ‘રંગાઈ જાને તું રંગમાં ’
    એ આ પર્વનો સંદેશનો અહીં
    ભાવવાહી ભજન હેમંતના સ્વરમાં માણ્યું

  3. April 11th, 2008 at 22:13 | #3

    મારુ મન ગમતુ ભજન,આ ભજન હુ અવાર નવાર ગાતો
    આજે તો સાભળતા ગાઈ જ લિઘુ

  4. April 12th, 2008 at 16:27 | #4

    from mummy to you
    મજા આવી ગઈ આ ભજન સાભળી ને મન પ્રફુલિત થઈ ગયુ.
    આવા ભજનો મુકતા રહેજો.

  5. July 21st, 2008 at 07:25 | #5

    રન્ગાઈ જા ને રન્ગ મા !!! વાહ ભાઈ વાહ …. બહુ જ સરસ ગીત ભાઈ……

  6. July 21st, 2008 at 08:15 | #6

    વહ વહ મરુ પન પ્રિય

  7. niru popat
    July 22nd, 2008 at 16:44 | #7

    આ ભજન બઊ ગમયુ

  8. Jayprakash
    July 22nd, 2008 at 23:39 | #8

    Jai Shree Krishna
    Nice to hear a great Bhajan online
    Keep up the good work
    Regards
    Jayprakash

  9. Urmil Acharya
    July 23rd, 2008 at 04:09 | #9

    ઘના વખત થી ગુજરાતિ ગીતો સામ્ભલવા હતા. આ ભજન ખુબજ ગમ્યુ.
    આભાર.

  10. Deena
    July 25th, 2008 at 19:02 | #10

    ઘાનુ સરસ ભજન ચે, અને હેમન્ત ચૌહને સરસ ગાયુ મન ખુશ થૈ ગયુ.
    આભાર્.

  11. Jagdish
    July 28th, 2008 at 12:10 | #11

    Beautiful bhajan.
    Good music.
    Excellent perfomance all round.

  12. October 5th, 2008 at 09:39 | #12

    ઘનુ સરસ ભજન મન ને ગમી જાય તેવુ

  13. Jignesh Trivedi
    October 31st, 2008 at 18:23 | #13

    અદભુત અદભુત શબ્દો નથી મલતા. ખુબજ મજા આવી ગઈ. આભાર

  14. November 10th, 2008 at 15:58 | #14

    A very meaningful bhajan. It is wonderful. Thanks for putting on screen’

  15. Jayesh
    August 23rd, 2009 at 03:02 | #15

    ખુબ સુન્દર ભજન્!!!!!!!!!!!!!

  16. September 14th, 2009 at 23:16 | #16

    very nice song, my son love this song he dont speak gujrati but he understand good, we all love this song thank you

  17. June 7th, 2010 at 10:59 | #17

    Nothing tastes better then mother tongue.

  1. No trackbacks yet.