વરસાદ ભીંજવે – રમેશ પારેખ

April 20th, 2013 Leave a comment Go to comments
આલ્બમ:સપ્રેમ
સ્વરકાર:પાર્થિવ ગોહિલ
સ્વર:પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગનાં અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન વરસાદ ભીંજવે

Please follow and like us:
Pin Share
  1. ashalata
    April 21st, 2013 at 09:28 | #1

    saras

  2. Sangitsarita
    April 21st, 2013 at 13:22 | #2

    સરસ કોમ્પોઝીશન. મજા આવી. આભાર.

  3. ઉપેન્દ્રસિંહ ભદૌરિયા
    April 21st, 2013 at 15:23 | #3

    સાંભળનારના દેહ અને દેહી ને કવિ રમેશ પારેખની કલ્પના અને પાર્થિવ ગોહિલ સ્વર ભીંજવે,,,,

  4. Maheshchandra Naik
    April 21st, 2013 at 19:18 | #4

    સરસ ગીત સરસ સ્વરાંકન, સરસ સગીત , કવિશ્રી રમેશ પારેખને શ્રદ્ધાસુમન અને પાર્થિવ ગોહિલ ને અભિનદન , આનદ આનદ થઈ ગયો ……………………….

  5. Bharat Trivedi
    April 22nd, 2013 at 10:17 | #5

    આભાર નીરજભાઈ. લાંબા સમય પછી તમારો મેઈલ મળ્યો ! બધી ફરિયાદ દૂર થઈ ગઈ.રમેશ પારેખની સુંદર રચનાને પાર્થિવ ગોહેલે એટલા જ સુંદર સ્વરાંકનમાં જીવંત કરી દીધી ! લાગલગાટ ત્રણવાર રિપ્લે કરી સાંભળી ત્યારે તરસ ઓછી થઇ!
    શુભેચ્છા સહ સાદર.

  6. sudhir patel
    April 27th, 2013 at 03:06 | #6

    રમેશ પારેખની અદભૂત રચનાનું પાર્થિવ દ્વારા માતબર સ્વરાંકન અને મસ્ત ગાયકી!
    સુધીર પટેલ.

  7. May 8th, 2013 at 17:37 | #7

    I have listened the Geet of shri Ramesh Parekh titled ” Varsad Bhinjve” sung by shri Parthiv Gohil today. I liked it very very very much. I do not know how to express my feelings in words.I have come to know about this very good web store Khazana from shri Jay Vasavda in Gujarat Samachar.

  8. umesh joshi
    May 9th, 2013 at 07:44 | #8

    Bahuj….saras..!!!!

  9. princeraj727
    June 29th, 2013 at 07:23 | #9

    તારા નૈનો ની મસ્તી મારા હ્રદય ને ભીંજવે… આમ તો વરસાદ તને ભીંજવે ને તું ભીંજવે મને….

  10. DEVENDRA
    July 5th, 2013 at 07:51 | #10

    પાર્થિવ ના અવાજ ની કમાલ અને સાથે પડઘો પણ બંસરી નો મીઠો મધુરો સાથ…..
    અભિનંદન સૌને.

  11. KIRAN BUCH
    August 4th, 2013 at 08:06 | #11

    એક્ષેકેલ્લેન્ત,વરસાદ ભીન્જવે ,બહુજ સરસ,મજા આવી
    .

  12. Devang Pandya
    August 15th, 2013 at 09:23 | #12

    વરસાદ ભીજવે ……….. ખુબ સરસ શ્રી રમેશ પારેખ

  13. nishidh
    November 27th, 2013 at 16:22 | #13

    આ ગીત download થઇ શકે ?

  1. No trackbacks yet.