Home > ઉમાશંકર જોશી, ગીત, સાધના સરગમ > અમે ગીત ગગનનાં ગાશું – ઉમાશંકર જોશી

અમે ગીત ગગનનાં ગાશું – ઉમાશંકર જોશી

April 18th, 2008 Leave a comment Go to comments

સ્વર: સાધના સરગમ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમે ગીત ગગનનાં ગાશું રે,
અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,
અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..

સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,
ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો,
વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..

પંખી માત્રને મુનિવ્રત આપો,
ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર,
નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..

બાળક હાલરડા માગે ને,
યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે,
આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..

Please follow and like us:
Pin Share
  1. April 18th, 2008 at 10:42 | #1

    saras geet ane sundar swar…!!

  2. pragnaju
    April 18th, 2008 at 13:37 | #2

    અમે ગીત ગગનનાં ગાશું રે..
    સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,
    ઠારો નવલખ તારા,
    હથેળી આડી રાખી રોકો,
    વરસંતી જલધારા,
    અમે સૂર સરિતમાં ન્હાશું રે..
    પંખી માત્રને મુનિવ્રત આપો,
    ચૂપ કરી દો ઝરણા,
    પૂરો બેડીમાં હૃદય હૃદય પર,
    ઉમાશંકર જોષીનૂં ગીત
    અને
    સાધના સરગમનો સ્વર
    ખૂબ મઝાનું ગીત માણ્યું

  3. April 22nd, 2008 at 11:40 | #3

    સાધનાજીના સુંદર સ્વરમા ગવાયેલ સુંદર રચના

  4. dr.gaurangi patel
    May 18th, 2009 at 17:02 | #4

    NICE SONG.HEARD AFTER ALONG TIME.

  5. May 19th, 2009 at 11:55 | #5

    I must congratualte to Niraj for bringing such a nice site.

    Every things is so nice and i really enjoy listening the peoms, poetires, songs etc.

    ALL THE BEST

    NISHA

  6. Ch@ndra
    January 4th, 2010 at 14:57 | #6

    ખુબજ સુન્દર ગિત અને જે લયમા ગાવામા આવ્યુ છે તે બહુજ સુન્દરછે,,
    તમોને ખુબ ખુબ અભિનદન આ સેવા આપવા માટે,,સાથે ૨૦૧૦ મુબારક
    ચન્દ્રા

  7. Pradip Chavda
    June 25th, 2010 at 08:01 | #7

    ઘણું સરસ ગીત અને સ્વર. ગુજરાતી ગીતો યુવકો સાંભળતા થાય તે માટે નીરજભાઈ એ ઘણો પરિશ્રમ લીધો છે તેને માટે ઘણા ઘણા અભિનંદન. આજે ૫૮ વર્ષે મારા મનગમતા ગીતો સાંભળી ને ઘણો આનંદ થયો છે.

  8. PUSHPA
    April 13th, 2016 at 07:38 | #8

    સુન્દર સ્વર,સુન્દર શબ્દો, સુન્દર રચના ખરેખર ખોવાઈ ગયા એટલો આનંદ. ધન્યવાદ

  1. No trackbacks yet.