Home > અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ > તમોને ભેટ ધરવા – અમૃત ‘ઘાયલ’

તમોને ભેટ ધરવા – અમૃત ‘ઘાયલ’

April 24th, 2008 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું,
કલાપી કાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું;
કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ,
નહીં માનો હું એ રંગીન વાણી લઈને આવ્યો છું.”

તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું,
મઝાના દિ અને રાતો મઝાની લઈને આવ્યો છું.

બધાને એમ લાગે છે મરું છું જાણી જોઈને,
કલા એવી જ કંઈ હું જીવવાની લઈને આવ્યો છું.

કહો તો રોઈ દેખાડું, કહો તો ગાઈ દેખાડું,
નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઈને આવ્યો છું.

નથી સંતાપ છો ખૂબી નથી એકેય અમારામાં,
મને સંતોષ છે હું ખાનદાની લઈને આવ્યો છું.

મને ડર છે કહીં બરબાદ ના જીવન કરી નાખે,
કે હું એ હાથમાં રેખા કલાની લઈને આવ્યો છું.

સિતારા સાંભળે છે શાંત ચીત્તે રાતભર ‘ઘાયલ’
ઉદાસા કો’ મંહી એવી કહાની લઈને આવ્યો છું.

Please follow and like us:
Pin Share
  1. ચાંદસૂરજ
    April 24th, 2008 at 10:20 | #1


    બંધુશ્રી નીરજ,
    જયશ્રીક્રીષ્ણ.
    ઘાયલના આ સુંદર કવનથી છલકતી સુરાહીમા શ્રી મનહર ઉધાસનો કંઠ રેડી આપ, એ રંગીન વાણીની ભેટ ધરવા કાજે, સૌ મિત્રોની મહેફિલમા આવ્યા છો તો આપનુ હાર્દિક સ્વાગત હો અને એ સુરાહીમાંથી ભરેલા જામનું નજરાણું સૌ મિત્રોને મુબારક હો !

    ચાંદસૂરજ

  2. April 24th, 2008 at 10:24 | #2

    very nice gazal… kaho to roi dekahdu.. kaho to gai dekhadu…. / ..mane santosh che hu khandani lai ne avyo…. / badha ne lage che hu maru chu jani joi nekala kaik evi jivavani lavyo chu…

    very nice shers..!! thanks Nirajbhai… ( sorry, can’t type gujarati )

  3. pragnaju
    April 24th, 2008 at 16:16 | #3

    “ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું,
    કલાપી કાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું;
    કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ,
    નહીં માનો હું એ રંગીન વાણી લઈને આવ્યો છું.”
    ‘ઘાયલ’નાં શબ્દો અને સ્વર મનહર ઉધાસનો
    મજાની મજાની કર્ણપ્રીય યુવાન કરી દે તેવી ગઝલ્

  4. April 24th, 2008 at 16:17 | #4

    ઘણા દિવસે આવિ સુદંર ગઝલ સાભળી, સુદંર શબ્દો અને એમાં મનહર નો સુર
    નથી સંતાપ છો ખુબી નથી એકેય અમારામાં
    મને સંતોષ છે હું ખાનદાની લઈને આવ્યો છુ.

  1. No trackbacks yet.