Home > અજિત શેઠ, અજિત શેઠ, નિરુદ્દેશે, નિરુપમા શેઠ, રાજેન્દ્ર શાહ > પુણ્ય ભારતભૂમિ – રાજેન્દ્ર શાહ

પુણ્ય ભારતભૂમિ – રાજેન્દ્ર શાહ

August 15th, 2013 Leave a comment Go to comments
આલ્બમ:નિરુદ્દેશે
સ્વરકાર:અજિત શેઠ
સ્વર:અજિત શેઠ, નિરુપમા શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર,
જયતુ જય જય ઋતુ-અધીશ્વર, જય વિધાતૃ, શિવંકર.

જય ઉદયગિરિ પર ભર્ગ સુંદર
ઉદિત સ્વર્ણિમ સૂર્ય હે,
જય શાન્ત કૌમુદી-ધવલ-યામિની
વિધુ સુધારસ પૂર્ણ હે;
જયતુ જય જય દિવ્યગણ, મુનિવર, દ્યુતિર્ધર, કિન્નર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.

જહીં સત્ય, નિર્મલ ચિત્ત, ધર્મ
નિ:શંક, નિરલસ કર્મ હે,
જહીં હૃદય-મનનો મેળ, સંગ
નિ:સંગ, પ્રેમલ મર્મ હે;
જયતુ જય જય સભર જીવન સ્થિતિ ગતિમય મંથર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.

જય નિમ્ર ઉન્નત, ક્ષુદ્ર ઊર્જિત,
એક સંહતિ, સર્વ હે,
જય નિખિલ વ્યાપ્ત પ્રસન્નતામય
નિત્યનૂતન પર્વ હે;
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરંતર,
જયતુ જય જય પુણ્ય ભારતભૂમિ, સાગર, અંબર.

Please follow and like us:
Pin Share
  1. kaushik
    August 15th, 2013 at 09:14 | #1

    very nice patriotic song . enjoyed listening in Ajitbhai’s voice.

  2. vinod jansari
    August 15th, 2013 at 11:51 | #2

    વિનોદ જણસારી

  3. Bharat Trivedi
    August 15th, 2013 at 13:05 | #3

    સ્વાતંત્ર દિને શ્રી રાજેન્દ્ર શાહની આ અદભૂત રચના સુંદર કંઠે સાંભળી મન પ્રફુલ્લિત થઇ ગયું. સમગ્ર રણકારને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ સહ અભિનંદન !

  4. Anila Patel
    August 15th, 2013 at 22:07 | #4

    સ્વતંત્રતા દિને આ ગાનનું શ્રાનન કરતાતો મન સૂર, સંગીત, શબ્દ સંયોજન અને સંવેદનામાં લીન થઇ ગયું. શ્રી રાજેન્દ્ર શાહ જેવા સમર્થ કવિજ આટલા પાંડિત્યપૂર્ણ શબ્દોનું નિર્માણ કરી શકે.

  5. JAyant Shah
    August 16th, 2013 at 15:11 | #5

    ખુબ સુન્દેર ! યથા સમયે

  6. Ashok G. Bhatt
    August 21st, 2013 at 06:54 | #6

    શ્રી રાજેન્દ્ર શાહ ની આ અન્યંત સુંદર રચના ને ખૂબ જ સુંદર અને આનંદિત સ્વરો માં સંગીત બદ્ધ કરી ને ખૂબ સુંદર રીતે રજુ કરી છે. અમારા હાર્દિક અભિનંદન અને સ્નેહ વંદન.

  7. T Patel
    February 24th, 2014 at 09:44 | #7

    એન્જોયેદ થે song

  1. No trackbacks yet.