Home > અદ્દભુત, ગઝલ, ભગવતીકુમાર શર્મા, મનહર ઉધાસ, મનહર ઉધાસ > ચાલ સાથે બેસી કાગળ વાંચીએ – ભગવતીકુમાર શર્મા

ચાલ સાથે બેસી કાગળ વાંચીએ – ભગવતીકુમાર શર્મા

December 16th, 2013 Leave a comment Go to comments
આલ્બમ:અદ્દભુત
સ્વરકાર:મનહર ઉધાસ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ચાલ સાથે બેસી કાગળ વાંચીએ
વીત્યાં વર્ષોની, પળેપળ વાંચીએ

છે જુનો કાગળને, ઝાંખા અક્ષરો
કાળજીથી ખોલીને, સળ વાંચીએ

પત્ર સૌ પીળા પડ્યા, તો શું થયું
તાજે તાજું છાંટી, ઝાકળ વાંચીએ

કેમ તું રહીરહીને, અટકી જાય છે
મન કરી કઠ્ઠણને, આગળ વાંચીએ

માત્ર આ પત્રો, સીલકમાં રહી ગયા
કંઈ નથી આગળ, તો પાછળ વાંચીએ

Please follow and like us:
Pin Share
  1. perpoto
    December 17th, 2013 at 14:47 | #1

    ભગવતીભાઈને સલામ

  2. Ravi Yadav
    December 18th, 2013 at 07:12 | #2

    ખુબ સરસ

  3. December 19th, 2013 at 01:48 | #3

    અસલ મનહર સ્ટાયલ,છતાં કર્ણપ્રિય છે.

  4. Anila Patel
    December 19th, 2013 at 18:01 | #4

    સ્વર અને શબ્દોનું અદભૂત સંયોજન.

  5. bharat dafda
    December 21st, 2013 at 06:49 | #5

    khubaj Sara’s

  6. Jaladhi Oza
    December 27th, 2013 at 16:37 | #6

    અદભૂત ખરેખર મનહર ઉધાસ નો સ્વર એવોને એવો કર્ણપ્રિય છે!!!

    સલામ મનહર ભાઈ ને ane સલામ ભગવતી ભાઈ ને!!!

    જલધિ ઓઝા

  7. ANILBHAI GHEEWALA
    February 22nd, 2014 at 10:58 | #7

    ચલ સાથે સાંભળી ગઝલ નાચીએ

  8. ANILBHAI GHEEWALA
    February 22nd, 2014 at 11:02 | #8

    CHAL SATHE SAMBLI GAZAL NACHIYE

  9. Bhanu Khambhaita
    October 11th, 2015 at 19:30 | #9

    વૃધા અવસ્તા માં આપણને પુરાણી યાદો આવે ત્યારે બને સાથે બેસી કાગળ વાંચી ને તાજું કરી આનંદ માણતાં હોય .મનહરભાઈ ના મધુર કંઠ માં ખુબ સારો ઉલેખ સાંભળી આંખો અશ્રુ થી ભરાય જાય તેવા શબ્દો. ખુબ સરસ છે.

  10. ભારત ભગત મોન્ટ્રીયલ કનેડા
    December 15th, 2015 at 17:17 | #10

    ભગવતી કુમાર શર્મા સુરત અને ગુજરાત સાથે ગુજરાતી સાહિત્ય ના જાણીતા સ્સાહીત્યકાર છે, પત્ર ના અરીશા માં ભૂતકાળ ને જોવાની એમની એક અનેરી રીત છે. વર્તમાન ના બોજા થી મુક્ત થવા ભૂતકાળ ની કુંડળી કોય જ્યોતિષી ના ખોલી શકે ! પણ આજ રીતના પત્રો જીવન ના ખોવાયેલા દીવશો શોધવા કોય કાચનું યંત્ર કે શુક્સમાં દર્શક હોય તો આ જીવન ના જુના લખાયેલા ઉગતી લાગણી ના પત્રો ! આજના જમાના માં આ એક મધુર ભૂતકાળ બનીજાશે, હવે એલેચ્ત્રોનીક જમાના માં આ બધું ક્યાં શોધવું ?

  11. vrajlal
    March 3rd, 2016 at 05:50 | #11

    બહુજ સરસ

  1. No trackbacks yet.