આંખ મારે – રમેશ પારેખ

December 22nd, 2013 Leave a comment Go to comments
આલ્બમ:સપ્રેમ
સ્વરકાર:પાર્થિવ ગોહિલ
સ્વર:પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


વેળાવદરનો વાણીયો રે.. મુઓ વાણીયો રે..
મને આંખ મારે..
ફલાણા શેઠનો ભાણીયો રે.. મુઓ ભાણીયો રે..
મને આંખ મારે..

હું તો પાણી ભરીને કુવો સિંચતી રે..
જાત પાંપણની જેમ હું તો મીંચતી રે..
વાંકોચૂકો તે કરે લટકો રે..
ભરે આંતરડા તોડ ચટકો રે.. મુઓ ચટકો રે..
મને આંખ મારે..

નથી ખોબો ભર્યો કે નથી ચપટી રે..
તોય લીંબોળી વીણતા હું લપટી રે..
મને લીંબોળી વીણવાના કોડ છે રે..
એનો વેળાવદરમાં છોડ છે રે.. લીલો છોડ છે રે..
મને આંખ મારે..

Please follow and like us:
Pin Share
  1. Amritlal
    December 22nd, 2013 at 09:21 | #1

    બહુજ સુંદર રચના અને સ્વર અને સ્વર-રચના.

  2. perpoto
    December 22nd, 2013 at 18:03 | #2

    જાત પાંપણની જેમ હું તો … સુંદર કલ્પન

  3. Anila Patel
    December 23rd, 2013 at 17:14 | #3

    રમેશ પારેખ જેવા કવિ અને પાર્થિવ ગોહિલ જેવા ગાયક હોય એ ગીત સાંભળવાની મજા કઈ અનેરીજ હોયને!!!

  4. mukesh jhala
    December 24th, 2013 at 14:42 | #4

    રમેશ પારેખ ની લખેલી કવિતા પાર્થિવ ગોહિલ ના સ્વરમાં ખરેખર સાંભળવાની મજા આવે પણ રમેશભાઈના એવા ઘણા ગીતો છે જેને પાર્થિવ જો સ્વર આપે તો ઓંર સોના માં સુગંધ ભલે….

    મુકેશ .

  5. January 9th, 2014 at 08:48 | #5

    ધન્યવાદ રણકાર ને અને શ્રી નીરજ ભાઈ એવમ એમની ટીમ ને…ખરે ખર બહુ આનંદ થાય છે કે કોઈ આવી રીતે પણ ગુજરાતી ભાષા ની સેવા કરી સકે છે ..

  6. Anita Parekh
    January 12th, 2014 at 20:36 | #6

    ગાંડીવ લઇ હાથ માં બ્ય મનહર ઉદાસ

  7. vihar majmudar
    January 26th, 2014 at 04:26 | #7

    રમેશ પારેખના શબ્દો ….કલ્પનો…….અને એને પાર્થિવ જેવા દિગ્ગજ ગાયકનો સ્વર પ્રાપ્ત થાય ત્યારે આ પ્રકારની ઉત્તમ રચના સર્જાય છે. અભિનંદન. વિહાર મજમુદાર .

  8. July 23rd, 2014 at 07:07 | #8

    ર.પા. એટલે ર.પા.
    મજા આવી ગઈ….

  9. Neha Sanchla
    August 8th, 2017 at 11:49 | #9

    ઓહોહો. ઘણા સમયે એવું સરસ ગીત સાંભળ્યું. વારંવાર સાંભળવાનું મન થાય છે.

  1. No trackbacks yet.