Home > કમલેશ સોનાવાલા, ગઝલ, ધનાશ્રી પંડિત > નથી હોતા – કમલેશ સોનાવાલા

નથી હોતા – કમલેશ સોનાવાલા

સ્વર: ધનાશ્રી પંડિત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હર મહોબ્બત તણા ઇતિહાસનાં પૂરાવા નથી હોતા,
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા.

હર આહ ભરનારા હુરે આશિક નથી હોતા,
હર આગિયાની રૂહમાં સિતારા નથી હોતા.

હર હોઠની મુસ્કાનમાં મત્લા નથી હોતા,
હર વાર્તાનાં અતં સરખા નથી હોતા.

હર આસ્થા શ્રદ્ધા મહીં કિર્તન નથી હોતા,
હર બંસરીનાં નાદમાં ઘનશ્યામ નથી હોતા.

હર વમળનાં વર્તુળમાં કંકર નથી હોતા,
હર ઝેર પીનારા શંકર નથી હોતા.

હર ચમનમાં ઉડતા બધાં બુલબુલ નથી હોતા,
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા.
————————————–
ફરમાઈશ કરનાર મિત્ર: કિરીટભાઈ

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    May 14th, 2008 at 10:21 | #1

    બેગમ અખ્તર યાદ આવી જાય એવી ગાયકી.

  2. kirit
    May 14th, 2008 at 10:51 | #2

    Thanks Nirajbhai – you made it – appreciate your sincere efforts
    good song and lyric

  3. May 14th, 2008 at 11:43 | #3

    આભાર નીરજભાઇ મુંઝવણ માં મુકવા બદલ શેના વખાણ કરું શબ્દોના કે ગાયકીના સરસ ખુબ સરસ

  4. pragnaju
    May 14th, 2008 at 22:58 | #4

    હર આસ્થા શ્રદ્ધા મહીં કિર્તન નથી હોતા,
    હર બંસરીનાં નાદમાં ઘનશ્યામ નથી હોતા.
    હર વમળનાં વર્તુળમાં કંકર નથી હોતા,
    હર ઝેર પીનારા શંકર નથી
    વાહ કમલેશ
    અને સ્વર ધનાશ્રી પંડિત
    આ ફ રી ન .

  5. May 17th, 2008 at 07:53 | #5

    સરસ ગાયકી

  1. No trackbacks yet.