Home > ઈંદિરાબેટીજી, કૃષ્ણગીત, હેમંત ચૌહાણ > લાવ હથેળી શ્યામ લખી દઉં – ઈંદિરાબેટીજી

લાવ હથેળી શ્યામ લખી દઉં – ઈંદિરાબેટીજી

સ્વર: હેમંત ચૌહાણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

લાવ હથેળી શ્યામ લખી દઉં,
હૈયે હરિવર નામ લખી દઉં.
આંગળી ઉપર આતમ પ્યારો,
કર ઉપર કિરતાર લખી દઉં.

મુખ ઉપર માખણ ખાનારો,
ગાલ ઉપર ગોવિંદ લખી દઉં.
કગંન ઉપર કૃષ્ણ કૃપાળુ,
ભુજ ઉપર ભગવંત લખી દઉં.

કુંડળ ઉપર કમલનયન ને,
અલ્કાવલી પર અલખ લખી દઉં.
નાસિકા ઉપર નટવર નાગર,
નથણી ઉપર શ્રીનાથ લખી દઉં.

અધરો ઉપર અંતરયામી,
બિંદીમાં વ્રજચંદ્ર લખી દઉં,
પાંપણ ઉપર પરમાનંદને,
કીકીમાં હું કૃષ્ણ લખી દઉં.

ચૂંદડી ઉપર ચિત્ત હરનારો,
પાલવ પર પ્રીતમ લખી દઉં.
શ્રાવણ મહીને ભીતર હું તો,
રોમે રોમે રસરાજ લખી દઉં..

Please follow and like us:
Pin Share
  1. June 10th, 2008 at 09:00 | #1

    અતિ સુંદર …. શ્રી ઇન્દિરાબેટીજી ની રચનાઓ સરસ હોય છે..

  2. June 10th, 2008 at 11:17 | #2

    મારુ પ્રિય ભજન.

    મારી પાસે આશિતા લીમયે ના સ્વર મા આ ભજન છે.

    બેટીજીની રચનાઓ ખરેખર અદ્બભુત છે !

  3. pragnaju
    June 10th, 2008 at 15:43 | #3

    અધરો ઉપર અંતરયામી,
    બિંદીમાં વ્રજચંદ્ર લખી દઉં,
    પાંપણ ઉપર પરમાનંદને,
    કીકીમાં હું કૃષ્ણ લખી દઉં.
    આમા સ્વપ્રયાસને બહુ ઓછું સ્થાન છે.વર્ષોની સાધના પછી જે કાંઈ ઉદ્ગત થયું,તે ભજન રૂપે આકાર પામે છે.ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે સહજ સંધાન થઈ એમાં તાદાત્મ્ય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે.
    ઈંદિરાબેટીજી ભાવોને હેમંતના સ્વરમાં માણ્યું અમને સહભાગી બનાવવા બદલ આભાર્

  4. June 13th, 2008 at 07:10 | #4

    પ્રત્યેક અઁગે …. શ્યામસુઁદરનો સાક્ષાત્કાર…….

  5. nilamdoshi
    June 13th, 2008 at 15:29 | #5

    સુન્દ

  6. June 13th, 2008 at 17:42 | #6

    ખુબ સરસ ગીત નથી પન અતિ ખુબ સારુ ચે
    wooooot thats good song

  7. Dharmesh Vyas
    July 25th, 2008 at 18:02 | #7

    અતિ સુંદર રચના મઝા આવી ગયી

  8. kantilalkallaiwalla
    January 5th, 2009 at 15:15 | #8

    One of the best.

  9. Patel N C
    January 31st, 2009 at 12:44 | #9

    વેર્ય દેવોતિઓન

  10. Patel N C
    January 31st, 2009 at 12:45 | #10

    Very Devotional song in melodious rendering

  11. Hemal
    May 13th, 2009 at 23:49 | #11

    આ ગીત ની સુગમ રચના અતિ સુંદર વધુ કર્ણપ્રિય છૅ, જો તમને મળે તો જરુર થી મુક્જો..સુગમ નો આનંદ કઇક ઑર હોય છે.

  1. No trackbacks yet.