Home > ખલીલ ધનતેજવી, ગઝલ, મનહર ઉધાસ > ઢોલ ઢબૂક્યો આંગણિયે – ખલીલ ધનતેજવી

ઢોલ ઢબૂક્યો આંગણિયે – ખલીલ ધનતેજવી

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઢોલ ઢબૂક્યો આંગણિયે ને, ગાજ્યું આખું ગામ,
પિતળીયા લોટા માંજીને, ચળક્યું આખું ગામ.

બે હૈયાનાં દ્વાર ખૂલ્યાની ચીસ હવામાં પ્રસરી,
શ્વાસ ઢબૂરી ઓરડો સૂતો, જાગ્યું આખું ગામ.

કંકોત્રીમાં અત્તર છાંટી, ઘર ઘર નોતરાં દીધાં,
ભેટ સોગાતો થાળ ભરીને, લાવ્યું આખું ગામ.

ભીના વાને થાતાં વાલમ, દેશ થયો પરદેશ
ઘરનો ઉંબર તો શું છોડ્યો, છોડ્યું આખું ગામ.

એકમેકનાં વિશ્વાસોને ઠેસ જરાસી વાગી,
કાચનું વાસણ ફૂટે એવું ફૂટ્યું આખું ગામ.

Please follow and like us:
Pin Share
  1. June 12th, 2008 at 10:46 | #1

    બહુજ સરસ ગઝલ બહુજ ગમી છેલ્લો શેર વાહ

  2. pragnaju
    June 12th, 2008 at 23:39 | #2

    મઝાની ગઝલ-તેમાં આ શેરો
    બે હૈયાનાં દ્વાર ખૂલ્યાની ચીસ હવામાં પ્રસરી,
    શ્વાસ ઢબૂરી ઓરડો સૂતો, જાગ્યું આખું ગામ.
    ભીના વાને થાતાં વાલમ, દેશ થયો પરદેશ
    ઘરનો ઉંબર તો શું છોડ્યો, છોડ્યું આખું ગામ.
    સૂદર
    સુંદર ગાયકી

  3. June 13th, 2008 at 06:05 | #3

    દીકરીની કાયમી વિદાયઆલેખતી સુંદર ગઝલ

  4. June 13th, 2008 at 08:29 | #4

    સુઁદર ગઝલ.

  5. June 14th, 2008 at 13:47 | #5

    વાહ્….

    બખૂબી સરળ શૈલીમાઁ
    એક પ્રસઁગની સુઁદર રજૂઆત….

  6. July 2nd, 2008 at 11:39 | #6

    કખુબ્ સુન્દ

  1. November 7th, 2014 at 21:56 | #1