Home > ગીત, રેખા ત્રિવેદી, હિતેન આનંદપરા > કોઈ ધોધમાર વરસે રે – હિતેન આનંદપરા

કોઈ ધોધમાર વરસે રે – હિતેન આનંદપરા

સ્વર: રેખા ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોઈ ધોધમાર વરસે રે સૈ,
નસનસમાં તસતસતી ભીંસ કોઈ વાવીને,
કહે છે તું આજ ગઈ.

હાથ હાથ આવીને છટકી જવાના ખેલ,
રમવામાં હાર બી તો થાય;
રાત રાત આવીને સામે ઉભી રે તો,
નીકળે છે શરમાતી હાય.
ઉછળતા મોજામાં ભીંજાતી પાનીએ,
ઝાંઝર બોલે છે તા થૈ..

વેંત વેંત અંતરને ઓછું કરીને,
કોઈ ધીરેથી આવે છે ઓરું;
હેત હેત ઉછળે જ્યાં મારી ચોપાસ,
કહે કેમ કરી રહેવું રે કોરું.
છલબલતી જાતથી હું એવી ઢોળાઈ કે,
મારામાં બાકી ના રહી..

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    July 4th, 2008 at 14:36 | #1

    મૌસમને અનુરૂપ શુંદર ગીત
    મધુરી ગાયકી

  2. July 21st, 2008 at 07:23 | #2

    રેખાબેનના અવાજના ચાહક બની જવાય એવું ગીત છે. અને એવો અવાજ છે.

  3. jitendra raval
    April 25th, 2011 at 14:41 | #3

    જુવાની અને વરસાદ નું સુપેર્બ combination , good one હિતેન અને સુંદર અવાજ રેખાબેન , કોલેજ ના દિવસ યાદ આવી ગયા

  1. No trackbacks yet.