વાદળી વરસીને ચાલી ગઈ – રમણભાઈ પટેલ

આલ્બમ: હસ્તાક્ષર

સ્વર: કવિતા કૃષ્ણમૂર્તિ



વાદળી વરસીને ચાલી ગઈ;
ધરતીના હૈયા ધબકાવતી ગઈ;
વાદળી વરસીને ચાલી ગઈ.

કુદરતમાં લીલાંછમ રંગો રલાવતી;
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ!
વાદળી વરસીને ચાલી ગઈ.

પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;
કણકણ પ્રગટાવતી ગઈ.
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;
એ તો પળમાં અણજાણ બની ગઈ!
વાદળી વરસીને ચાલી ગઈ.