Home > અજ્ઞાત, ગીત, વિનોદ રાઠોડ > મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી…

મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી…

સ્વર: વિનોદ રાઠોડ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

લોકો સૌ કે છે કે મુંબઇમાં છે બહુ કમાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

જેવું ના સુકાયે મુંબઇના દરીયાનું પાણી
એવી ના સુકાયે કોઇ દિ મુંબઇની જવાની
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

આ ચોપાટી… અરે દેખાણી….. હાં
આ તાજમહેલ હોટલ… દેખણી… અરે હાં હાં
અને મુંબઇની શેઠાણી દેખાણી… દેખાણી…
પાન-બિડું ને પાવડર ચોળી રાખે ઉંમર છાની
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

એક નંબરના ઓછા ને બે નંબરના ઝાઝાં
ખીસ્સાં ખાલી, ભપકા ભારી, જાણે આલમભર નાં રાજા
અહિં કોમ-કોમનું થાય કચુંબર, જુદી જુદી વાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

અહિં બાર ફુટની ઓરડીવાળા મોટા મોટા માળા
અહિં શેઠ કરતાં થઇ સવાયા ફરે શેઠના સાળા
આ ટોળાંમાં કંઇ સમજ પડે નહિ કોણ પુરુષ કોણ બાળા
અહિં જુવાન ના વાળ ધોળા ને ઘરડાં ના વાળ કાળા
સાંજ પડે સૌ ભેળપુરીની કરતાં રોજ ઉજાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

અહિં મહાલક્ષ્મીની રેસ ને મહાલક્ષ્મી છે માતા
અહિં લાખો લોકો હારે ને લાખો લોક કમાતા
અરે એક મિનિટમાં બસ્સો-પાંચસો થઇ જાતા ધાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

અહિં રવિવાર છે રંગીલો એને સૌ કેહતા Sunday
અહિં રસ્તા વચ્ચે ચાલે એને પોલીસ મારે ડંડે
કોઇ સજ્જન છે કરમરકર ને કોઇ સજ્જન લોખંડે
નાના-મોટા સૌએ દોડે પોતપોતાને ધંધે
અહિં રેહવું હોય તો ઇકડમ-તીકડમ ભાષા લેવી જાણી
પણ મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી

Please follow and like us:
Pin Share
  1. PHOENIX
    July 22nd, 2007 at 21:35 | #1

    તમે ગુજરાતી ભાષા ની સરસ સેવા કરો છો. મારા અંતર થી આશિશ છે. સારુ કામ આગળ ધપાવો દોસ્ત…

    હેમશંકર રાવલ

  2. ravi engineer
    July 7th, 2009 at 00:11 | #2

    great creation of gujarati song.

  3. Chandrakant Dave
    July 28th, 2009 at 11:11 | #3

    Very good collection of Gujarati Songs, great job I highly appreciate the work, Bravo!
    I did not find well known ‘Mazam Rate nitarti nabhi’ by Lata mageshkar in the list of ‘M’ can you add it in near future?

  4. જયંત શાહ,
    November 1st, 2009 at 16:44 | #4

    શુ આપણે હવે ગુજરાતી ગીતો ના કલેકશન ઉપર જ નીર્ભર રહેવા નું છે, કે આવું લોક ભોગ્ય ગુજરાતી સંગીત આપણ ને મળશે ?

    જયંત શાહ,
    જામનગર.
    +૯૧ ૯૪૨૮૦ ૭૪૮૩૮.

  1. No trackbacks yet.