Home > ગઝલ, નયનેશ જાની, હર્ષ બ્રહ્મભટ્ટ > મેં જ તો એને સતત – હર્ષ બ્રહ્મભટ્ટ

મેં જ તો એને સતત – હર્ષ બ્રહ્મભટ્ટ

August 11th, 2008 Leave a comment Go to comments

સ્વરાંકન / સ્વર: નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.

વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા,
જિંદગી હમણાં જ મેં રંગી હતી.

મેં તરાપો પાણીમાં મૂક્યો અને,
એકદમ વ્હેતી નદી થંભી હતી !

Please follow and like us:
Pin Share
  1. August 11th, 2008 at 14:36 | #1

    દરરોજ નવી રચના શોધી લાવવી એ જ તો આપની ખૂબી ….ખરુ ને..??

  2. YesHa :)
    August 12th, 2008 at 01:08 | #2

    બહુ જ સરસ રચના ચછે 🙂

  3. YesHa :)
    August 12th, 2008 at 01:09 | #3

    ratri na shant samay ma sambhar va thi kaik alag j shanti mali………!

  4. pragnaju
    August 12th, 2008 at 15:49 | #4

    સૂંદર રચના
    મધુર સ્વરમા

  5. August 14th, 2008 at 22:30 | #5

    ડાધ કયાંથી આટલા લાગી ગયા,
    જિંદગી હમણાં જ મેં રંગી હતી,
    વેદના મારી જીવનસંગી હતી.
    સુન્દર રચના અને સ્વર

  6. August 19th, 2008 at 06:51 | #6

    ખુબ સરસ. પહેલી વાર સાંભળી. ગીતના શબ્દો પ્રમાણે જ સૂર છે. સ્વરમાં દર્દની અભિવ્યક્તિ સુંદર રીતે કરી છે.
    ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા,
    જિંદગી હમણાં જ મેં રંગી હતી.
    કાબિલે તારિફ …

  1. No trackbacks yet.