Home > અવિનાશ વ્યાસ, કિશોર કુમાર, ગીત > ચાલતો રહેજે – બરકત વિરાણી ‘બેફામ’

ચાલતો રહેજે – બરકત વિરાણી ‘બેફામ’

August 14th, 2008 Leave a comment Go to comments

સંગીત: કલ્યાણજી – આનંદજી
ફિલ્મ: કુલવધૂ
સ્વર: કિશોર કુમાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાલતો રહેજે, તું ચાલતો રહેજે,
જીવનની વાટે, મંઝીલને માટે,
વિસામો ન લેજે, વિસામો ન લેજે.
ચાલતો રહેજે..

કોઈને મળ્યો સીધો રસ્તો, કોઈને આડો અવળો,
કોઈનો મારગ છે ફૂલો નો, કોઈનો છે કાંટાળો,
ફૂલ મળે તો સૌને દેજે, કાંટા તું પોતે સહેજે.
ચાલતો રહેજે..

જેને સમજશે જીવનસાથી, એકલતા દઈ જાશે,
કોઈ અજાણ્યો જીવનભરનો સથવારો થઈ જાશે,
ધીરજ ધરજે, સુખ દુ:ખમાં તું હસતો હસતો રહેજે.
ચાલતો રહેજે..

Please follow and like us:
Pin Share
  1. August 14th, 2008 at 11:39 | #1

    સરસ …જેને સમ્જે જીવન સાથી .. એક્લતા દેશે.. અજાણ્યો દેશે સાથ .. સરસ શબ્દો..
    સ્વર છે સ્વ.શ્રી કિશોર કુમાર …

  2. સુરેશ જાની
    August 14th, 2008 at 14:50 | #2

    પહેલી જ વાર સાંભળ્યું . બહુ જ સરસ રચના અને સ્વરાંકન.
    રવીન્દ્રનાથનું ‘ એકલો જાને… ‘ યાદ આવી ગયું.
    ‘બની આઝાદ’ ની સુર / સંગીત અભીવ્યક્તી.

  3. pragnaju
    August 14th, 2008 at 15:24 | #3

    સુંદર
    કોઈને મળ્યો સીધો રસ્તો, કોઈને આડો અવળો,
    કોઈનો મારગ છે ફૂલો નો, કોઈનો છે કાંટાળો,
    ફૂલ મળે તો સૌને દેજે, કાંટા તું પોતે સહેજે.
    ચાલતો રહેજે..
    મઝાની ગાયકી

  4. August 14th, 2008 at 22:11 | #4

    ચાલતો રહેજે તું ચાલતો રહેજે,
    જીવનની વાટે મંઝીલને માટે,
    વિસામો ન લેજે વિસામો ન લેજે.

    ખુબ સુંન્દર રચના છે,સ્વર પણ સરસ છે અને એ બધા માં બેફામ એટલે પુછવુજ શુ

  5. September 26th, 2008 at 10:38 | #5

    ગીત્નિ બહૂ સરસ રચના લાગિ.

  6. September 26th, 2008 at 10:41 | #6

    સરસ ગીત

  7. Sagar
    December 4th, 2009 at 16:49 | #7

    સરસ ગિત લાગ્યુ

  8. Dilip gajjar
    August 5th, 2010 at 11:56 | #8

    ખુબ જ ગમ્યું મારા મારા પ્રિય ગાયક અ ગીત મારે ગાવું છે ટ્રેક મળે તો
    ખુબ આભાર આજના દિવસે આ ગીત મુકવા બદલ ..

  9. Umesh Pandya
    September 22nd, 2010 at 11:53 | #9

    આ રચના અને તેમના દરેક લોકો નો જે સંગમ છે ખરેખર અદભૂત છે, કિશોર કુમાર કે જેમના ગીતો હું ગાઉ છું અને ગાતો રહીશ, મારી પ્રેણના અને ગુરુ….
    -> ગણા વખત થી આ સાઈટ ટ્રાય કરતો હતો પણ આજે સફળતા મળી, ખરેખર અદભૂત છે જે માટે ખુબ ખુબ આભાર…

  10. Ashish Shah
    August 5th, 2011 at 02:10 | #10

    Khoob saras…..!!!!!

  1. August 18th, 2008 at 08:04 | #1
  2. August 4th, 2010 at 13:03 | #2
  3. July 9th, 2011 at 21:49 | #3