Home > ગીત, ચીમનલાલ જોશી, નિશા ઉપાધ્યાય, સંજય ઓઝા > ઝટ જાઓ ચંદનહાર લાવો – ચીમનલાલ જોશી

ઝટ જાઓ ચંદનહાર લાવો – ચીમનલાલ જોશી

સ્વર: સંજય ઓઝા, નિશા ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

હે નહિ ચડે ચુલે રોટલી….
ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે…
હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે
ઘુઘુંટ નહિ ખોલુ હું….
ઝટ જાઓ ચંદનહાર લાવો…

નાણાં ના નખરા બધા….
ને નાણાં ના સહુ નાદ…. સમજી ને..
માંગવાનુ તુ નહિ મૂકે હે મને મુકાવીશ તું અમદાવાદ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….
ઝટ જાઓ ચંદનહાર લાવો….

હે વડોદરી લાહવો લઉ ને કરું સુરતમાં લેહર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શહેર રે
ઘુંઘટ નહિ ખોલુ હું…
ઝટ જાઓ ચંદનહાર લાવો….

અરે ભાવનગર ભાગી જઇશ….
કે રખડીશ હું રાજકોટ…. કહિ દઉ છું હા…
પણ તારી સાથે નહિ રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘુંઘટ ઝટ ખોલો ને….

ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું

Please follow and like us:
Pin Share
  1. Lata Mehta NZ
    October 22nd, 2009 at 19:53 | #1

    બહુ જ સરસ.નાનપન મા નાતક જોવા ગયેલા.

  2. S. K. Joshi
    March 12th, 2010 at 08:26 | #2

    આ ગીત નાનપણમાં સાંભળેલુ.આ ગીતની રેકાડ પણ હતી. ગીત સાંભળીને ખુબજ આનંદ થયો. ખુબજ આભર.

  1. No trackbacks yet.