Home > કૃષ્ણગીત, મીરાંબાઈ > ગોવિંદો પ્રાણ અમારો રે – મીરાંબાઈ

ગોવિંદો પ્રાણ અમારો રે – મીરાંબાઈ

September 19th, 2008 Leave a comment Go to comments

સ્વર: પ્રીથા મજુમદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.

સાંઢવાળા સાંઢ શણગાર, જે મારે જાવું સો સો કોસ;
રાણાજીનાં દેશમાં મારે જળ પીવાનો દોષ.

ચૂંદડી ઓઢું ત્યારે રંગ જુવે રે, રંગબેરંગી હોય;
ઓઢું જો કાળો કામળો તું જો ડાઘ ના લાગે કોય.

મીરાં હરિની લાડલી રે, રહેતી સંત હજુર;
સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દૂર.

Please follow and like us:
Pin Share
  1. September 19th, 2008 at 15:45 | #1

    સવાર સુંદર થઈ ગઈ ! ખુબ આભાર !

  2. pragnaju
    September 19th, 2008 at 22:51 | #2

    સર્વાંગ સુંદર ઘેર ઘેર ગવાતું ,
    ભક્તીરસમા તરબોળ કરતુ
    ભજન
    આભાર

  3. Naresh Shah
    September 20th, 2008 at 01:31 | #3

    સુધારો

    ઓઢું ……દૂજો ડાઘ ન લાગે કોય…

  4. September 20th, 2008 at 07:31 | #4

    વાહ્……
    ખૂબ જ સુંદર ગાયું છે.

  5. HBShah
    September 29th, 2008 at 22:13 | #5

    enjoyed. good efford. continue.
    hasmukhbhai (toronto)

  6. MAHENDRA PATEL
    October 1st, 2008 at 22:00 | #6

    SO BEAUTIFULLY SUNG. PLEASE KEEP GOING. THANKS.

  7. Seny
    October 6th, 2008 at 06:53 | #7

    Saras che!

  8. Khyati
    June 12th, 2009 at 17:00 | #8

    bahu j saras sur and shabd and saj no sangath che… like it too much.

  1. No trackbacks yet.