Home > ઉદય મઝુમદાર, ઉમાશંકર જોશી, ગીત > ભોમિયા વિના મારે – ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે – ઉમાશંકર જોશી

September 29th, 2008 Leave a comment Go to comments

સ્વર: ઉદય મઝુમદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    September 29th, 2008 at 14:31 | #1

    અભ્યાસમાં આ કાવ્ય મોંઢે કરવાનું હતું
    ત્યારે ગાતા તે કરતા નવિન રીતે સ્વર રચના ગમી

  2. September 29th, 2008 at 18:58 | #2

    સરસ રચના વરસો બાદ માન્ાવાની મલી.

  3. પ્રતીક
    October 15th, 2008 at 16:05 | #3

    સુંદર ઉર્મીકાવ્ય અને ઉત્સાહી સ્વર. સાંભળતા ધરવ કેમ થાય?

  4. PRITESH SHAH
    June 26th, 2009 at 15:04 | #4

    ખુબ ગમિ ગયુ

  5. Kantilal Sharma
    August 15th, 2009 at 15:30 | #5

    I was searching this poem since long. I am so happy to get it.
    Thanks Niraj.
    Kantilal Sharma.

  6. Madhavi Mehta
    August 19th, 2009 at 07:18 | #6

    Thanks a lot for the post. The same poen has been composed and recorded by Sangeet Bhavan Trust. Can you please post it?

  7. MEETA KADAKIA
    October 15th, 2009 at 02:28 | #7

    all my family memebers got so excited after listing to this poem on net

  8. Hetal joshi
    November 5th, 2009 at 14:52 | #8

    ખુબજ સરસ શબ્દો ચે અને મને ખુબ ગમે ચે …ધન્યવાદ નિરજ ભાઈ

  9. Shanti Tanna
    November 13th, 2010 at 11:16 | #9

    પચાસ વર્ષ પહેલા બાળપણમાં ઉમાશંકર જોશીની આ કવિતા કોઈ એક અખબારમાં વાંચ્યા બાદ નાવણીમાં ગર્દભસેનના રાગડે હું અવાર નવાર ગાતો હતો અને આજે અર્ધી સદી બાદ “રણકારમાં” તે એક ગીતના રૂપમાં અને ઉદય મઝુમદારના સ્વરમાં કેટલા સુંદર લયમાં સાંભળવાથી કેટલો આનંદ અનુભવ્યો તેનો કોઈને ખ્યાલ આવી શકે ખરો! આ ગીતના સર્જનમાં જે જે લોકોએ ફાળો આપ્યો હોઈ તે સહુને મારા આંતરપુર્વકના અભિનંદન.

  10. Harshad Patel
    November 22nd, 2010 at 21:05 | #10

    ઉમાંશંકા જોશી એક અનાખા કવિ ગુજરાત ને મળ્યા તે અનમોલ ગણાય.

  11. Devendrasinh
    December 26th, 2010 at 14:57 | #11

    SImply amezing. Childhood healing poem. Thanks a lot to all team.

  12. veena
    December 27th, 2010 at 23:32 | #12

    નીરજભાઈ, અદભૂત ગીતોનો સંગ્રહ
    .વાહ, ધન્ય છે તમારા અગાધ પરિશ્રમ અને તમારી સેવા- ભક્તિને.બસ આમજ અમારી શ્રોતાઓની માતૃભાષાની રસ્લાહ્ન કરી કૈંક અંશે પ્યાસ તૃપ્ત કરતા રહેશો .આ પણ સમાજસેવા નો એક અંશ છે.ઈશ્વર હમેશા આપની સાથે રહે અને આપની હર મનોકામના પરિપૂર્ણ કરે એજ અમારા સહુની પ્રાર્થના .આપ હમેશા અનાદમાં રહો .તન, મન અને ધનથી આપનાસુહી જીવન ની અભિલાષા સહ વિરમુંછું એજ વિના.

  13. April 12th, 2011 at 16:16 | #13

    ગીત સારું; પણ રાગ મને માફક નથી.
    ગંગોત્રી મારે અભ્યાસપુસ્તક હતું .
    ઉમાશંકર ભાઈ ને શ્રદ્ધાંજલિ …….!
    શ્રી.નીરજભાઈનો ઘણો ઉપકાર ….!

  14. July 16th, 2011 at 16:38 | #14

    Tamara janm varsh ni tithi ame ujvi rahya hata tyare tamaru aa geet pelivar program gavanu sadbhagy madyu te badal dil thi aabhar manual 6u.

  15. BHARAT BHAGAT MONTREAL CANADA
    December 10th, 2011 at 01:56 | #15

    લગભગ આજ થી ૫૫ વર્ષ પહેલા હું નારગોલ તાતા વાડિયા હિઘ સ્ચૂલ માં હતો ત્યારે ૧૦ ધોરણ માં મારા શિક્ષક ચંદુભાઈ ઉપાધ્યા મારી પાશે આ કાવ્ય ભોમિયા વિના અને મારી નવ કરે કો પર, આકાવ્યા કાયમ ગાવા કેહતા, આજે પણ યાદ આવે છે.

  16. Devendra Naik
    November 3rd, 2012 at 15:02 | #16

    મારી પ્રિય કવિતા સાભળી ખુબજ આનંદ થયો , કવિ ઉમાશંકર જોશી ની ખુબજ સરસ કાવ્ય છે. બચપણ માં મારા બાપુજી એ સાંભળવી હતી . બાળપણ યાદ આવી ગયું. વારંવાર સંભાળવી ગમે તેવી રચના છે….અદભુત ….આભાર શ્રી નીરજભાઈ….

  17. chandrakant
    January 13th, 2014 at 01:14 | #17

    એક સુંદર કવિતા – ઉમાશંકર જોશી ની – જીવનની સફર એકલા એ કરવી હતી –

  18. paresh
    January 30th, 2014 at 15:51 | #18

    Best loved it

  19. July 20th, 2016 at 07:00 | #19

    https://www.youtube.com/watch?v=nS-એક્સલકફળમો
    ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા વિડીયો.

  20. Jinni
    June 14th, 2018 at 17:04 | #20

    આકવવિતા હું ભુલી ગઇ હતી પન હમળા એક નાટક વારસ મા સાંભળી ને યાદ આવી

  1. No trackbacks yet.