Home > ગીત, માધવ રામાનુજ, શુભા જોશી > અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

October 16th, 2008 Leave a comment Go to comments

સ્વર: શુભા જોશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું,
અંદર તો એવું અજવાળું, અજવાળું.

ઊંડે ને ઊંડે ઊતરતાં જઈએ ને તો ય લાગે કે સાવ અમે તરીએ,
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ,
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું.
અંદર તો એવું અજવાળું.

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ,
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું.

Please follow and like us:
Pin Share
  1. Dhwani
    October 16th, 2008 at 10:36 | #1

    ખુબ જ સુન્દર ગીત. અહી ટળવળતી હોય આંખ જેને જોવાને એવા શબ્દો છે.

  2. Dhwani
    October 16th, 2008 at 10:46 | #2

    ફૂલ ને સુવાસ સેજ વાગતી હશે ને તેમ અપ ને અપણે જ્ વાગીએ.
    આવુ જીવવાની એકાદ પળ જો મળે તો

  3. kaushik
    October 16th, 2008 at 11:01 | #3

    It is like spitual Poem.
    say something like to watch your breath.
    9979108120

  4. October 16th, 2008 at 11:30 | #4

    ખુબ સુંદર શબ્દો ..!

  5. pragnaju
    October 16th, 2008 at 16:40 | #5

    પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું.
    અંદર તો એવું અજવાળું.
    સુંદર શબ્દો
    મધુર ગાયકી

  6. kedar
    October 19th, 2008 at 19:52 | #6

    ૨૦ વખત આ ગીત સામ્ભળ્યુ. ૨૧ મી વખત વાગે છે અને ખરેખર રડાઇ જાય છે.
    કેટલુ સુન્દ ગીત. કેટલા ઉંડા ગહન શબ્દો….
    આપણા આધ્યાત્મ શાસ્ત્ર નુ કેટલા અલંકારીક શબ્દોમાં નિરુપણ…
    અને કેટલો ગંભીર અવાજ….
    ઘણુ જ લખવું છે પણ લખી નથી શકાતુ.
    બસ્, આ ચીજ ને માણવા થી જ ખ્યાલ આવે….
    આવી ઉચ્ચ કોટિની રચના મુકવા બદલ અભિનન્દન નિરજ….

  7. October 22nd, 2008 at 09:55 | #7

    સાચે જ કેદાર,
    ૨૦ વખત સાઁભળવુઁ જ પડે એવુઁ ગીત !!

  8. October 22nd, 2008 at 19:39 | #8

    ખુબજ સુન્દર ગીત્.

  9. indravadan g.vyas
    November 20th, 2008 at 09:58 | #9

    આ કાવ્યમાઁ કવિએ વેદ,ઉપનિશદ અને પુરાણો નો નિચોડ ભરિ દિધો છે, આ ત્યારેજ બને જો કવિ જાતે ગહન ચિન્તન કરિ જાણતા હોય.આ પન્ક્તિઓ માઁ ખુબ મજ પડિ.
    કેદાર નિ comments ચોય્દાર છે.

  10. Sujata
    November 23rd, 2008 at 19:28 | #10

    jetli vaar saambhaliye aankh ma paani aavi jaay chhe !! Kedar, when i heard it first from ‘Hastaakhshar’, couldn’t stop myself from listening to it again and again and again.

  11. December 3rd, 2009 at 16:19 | #11

    maru to aadarsh bani gayu che… aa evu sangeet che…
    singer ane sabdo… jaane bas sambhalya kariye ne dar vakhate kaik navu male che… ej aa song ni khubi che….

  12. Raghav Dave
    March 16th, 2010 at 09:34 | #12

    ક્યઆ બાત ઉન્દે ઉન્દે ને ઉતરતા જૈએ ને લગે કે અમે તરિએ સરસ

  13. પરેશ જાની
    July 30th, 2010 at 02:14 | #13

    ઊડે ઊડે ઊતરતા જઇએ….
    ઉઘડતા જાય બધા દવાર….
    એકાદ જો ક્ષણ મળે …..
    મજા પડી ગઇ..

  14. sanjaychhabra
    October 22nd, 2010 at 14:44 | #14

    i appreciate your interest and sharing of music and efforts to offer more and more songs to listen. your collection is fabulous. i also appreciate your interest in not to promote piracy. hence, please give the details of albums (name of album and of music company) the song is available in, so that one can buy that album to have the song. i hope you would appreciate this and do the needful.

  15. May 16th, 2011 at 21:53 | #15

    શુભાજી બહુ જ સુંદર ગયું છે ! ખુબ સુંદર શબ્દો લખ્યા છે મારા પ્રિય કવિ એ , હું જયારે કોલેજ માં હતી ત્યારે નદેઆદ સી. બી . પટેલ આર્ટસ કોલેજ માં શું મારી મિત્ર પ્રવીનાં શુક્લા માધવ રામાંનુંજ્જી ની રચનાઓ વાચતા અને શબ્દો નો આનંદ માનતા. આ ગીત સાંભળી ને લાગે આખો દિવસ બસ આજ સાંભળ્યા કરીએ અને અનુભવીએ ફૂલ ની સુવાસ પોતાનામાં! અદભુત અનુભવ.

  16. shashank
    August 31st, 2011 at 17:09 | #16

    કદીએ સરે નૈ એવી આ ગીતની અસર છે .વા ….

  17. sachin vinchhi
    February 8th, 2012 at 10:44 | #17

    very બેઔતીફુલ songs. એવું લાગે છે કે જાણે લાગણી ની ઊર્મિ એકદમ છલકાતી હોય અને અંદર થી આનંદ પણ થતો હોય.

  18. dyuti acharya
    April 9th, 2012 at 12:33 | #18

    બહુ સુંદર રચના .કવિશ્રી એ પ્રભુ નિ સાથે હાથ મેળવ્યો હોય એવું લાગ્યું .ભાવ વ્વાહે રચના .શુભાબેન ને
    અભિનંદન .મઝા પડી .

  19. July 2nd, 2012 at 14:09 | #19

    આખું ગીત સાંભળતાં અંદર ની યાત્રા નો અનુભવ.

  20. Devkumar Trivedi
    July 17th, 2012 at 06:08 | #20

    જે કવિ ક્ષણ માટે પણ અજવાલામાન તાર્યા ચાલ્યા ને ઉડ્યા હોય તે જ આવું લખી શકે.

  21. MAYUR MARU
    July 29th, 2012 at 00:48 | #21

    દેવકુમાર બરાબર કહે છે, ખુદ દેવકુમાર એક ગહન કવિ અને સંગીતકાર છે. અને શુભા જોશીનો આવાઝ એટલો
    દર્દ ભર્યો છે, કે સાંભળતાજ હૃદયમાં ઉતરું જાય

  22. શિરીષ ઓ.શાહ
    August 12th, 2016 at 01:17 | #22

    શ્રેષ્ઠ ગાયકી,શ્રેષ્ઠ ગીત ને શ્રેષ્ઠ સંગીત,એટલે તો મારા હૈયે થયું છે અંકિત.
    શિરીષ શાહ ‘પ્રણય’ – સિડની (ઓસ્ટ્રેલિયા)

  23. August 10th, 2020 at 16:15 | #23

    વાહ … સુંદર શબ્દ રચના… હ્રદય ને સ્પર્શી ગયું..

  1. No trackbacks yet.