Home > કમલેશ સોનાવાલા, ગીત, નીતિન મુકેશ > હું છબી બની ગયો – કમલેશ સોનાવાલા

હું છબી બની ગયો – કમલેશ સોનાવાલા

October 27th, 2008 Leave a comment Go to comments

સ્વર: નીતિન મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“મહેમાન પલકવારનાં અહીં,
સફરનાં સાથીઓ બધા અહીં,
જાવું જરૂરી છે સૌએ કહીં કહીં,
અલવિદા અલવિદા અલવિદા.”

હું છબી બની ગયો, જગતને ગમી ગયો;
હું છબી બની ગયો, એને પણ ગમી ગયો.

રડાવી મને તમે હસતાં હતાં,
કેમ આંસુ ભર્યાં નૈણ ગમતાં હતાં?
ધડકન નથી ભલે, નીરખી રહ્યો તને,
બેશરમ બની ગયો, એને પણ ગમી ગયો.

ઘાયલ ઘણો થયો કટંકોની મહીં,
પુષ્પમાળા લઈ શીશ નમતાં અહીં,
લટકતા ભીંત પર કાળને કહેતો રહ્યો,
હવે તને મળી ગયો, વખતમાં ભળી ગયો.

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    October 27th, 2008 at 22:58 | #1

    ઘાયલ ઘણો થયો કટંકોની મહીં,
    પુષ્પમાળા લઈ શીશ નમતાં અહીં,
    લટકતા ભીંત પર કાળને કહેતો રહ્યો,
    હવે તને મળી ગયો, વખતમાં ભળી ગયો.
    સરસ પંક્તીઓ
    નીતિન મુકેશના સ્વરમા ગમી જાય તેવી ગાયકીનીતિન મુકેશ

  2. sujata
    November 2nd, 2008 at 08:40 | #2

    GHADIYAAL BHALE AAPNA HATH MA CHHE
    PAN
    SAMAY TO GHADIYAAL MA CHHE
    JE
    AAPNA HATHMA NATHI……..

  1. No trackbacks yet.