Home > અમૃત ‘ઘાયલ’, ગઝલ, મનહર ઉધાસ > દશા મારી – અમૃત ‘ઘાયલ’

દશા મારી – અમૃત ‘ઘાયલ’

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને સ્મિત આછું મળતાં મારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું દિલ મારા
બહુ મુશ્કેલ છે ‘ઘાયલ’ માંથી ‘અમૃતલાલ’ થઇ જાવું

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે
દશા મારી….

નથી એ રાખતા કંઇ ખ્યાલ મારે કેમ કહેવાયે
નથી એ રાખતાતો કોણ મારો ક્યાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દિવાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’ નું
છતાં હિંમત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

Please follow and like us:
Pin Share
  1. April 30th, 2009 at 16:41 | #1

    Please relode – no sound

    Not ony quantity but quality also superb.

    i envy you.

  2. TAPANPANCHOLI
    December 26th, 2009 at 06:12 | #2

    ગઘયલ શએબ જો તમે ન હોયત તો અમે આ જનિ જ ન શક્ય હોત કે ગુજરાતિ ભાશા શુ હોય્

  1. No trackbacks yet.