Home > કલ્યાણી કવઠાલકર, પ્રાર્થના-ભજન, રવિ સાહેબ > મૂળ રે વિનાનું – રવિ સાહેબ

મૂળ રે વિનાનું – રવિ સાહેબ

December 16th, 2008 Leave a comment Go to comments

સ્વર: કલ્યાણી કવઠાલકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી,
એ જી એને પડતાં ન લાગે જો ને વાર.

એને પ્રેમનાં રે ખાતર પુરાવજો,
એની પાળ્યું પહોંચી પિયાની પાસ.

એને સતનાં પાણીડાં સિંચાવજો,
એની મૂરત સૂરત પાણિયાર.

એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી,
એ જી એ તો અમરફળ કહેવાય.

કહે રે રવિ ગુરુ ભાણને,
એ જી પ્રભુને ભજો તો ભવ પાર.

Please follow and like us:
Pin Share
  1. December 16th, 2008 at 15:08 | #1

    મારૂં આ બહુ પિય ભજન ઘણા વખતે સાંભળ્યું !

  2. Khyati
    December 21st, 2008 at 03:08 | #2

    are,te to kharekhar saras majanu aa bhajan yaad karavi didhu , ghana samaye sambhalyu, superbbbbb feeling really,

  3. દિગંબરભાઇ સ્વાદિયા
    December 25th, 2008 at 08:34 | #3

    ભજન ખૂબ જાણીતું અને ભાવવાહી છે પણ શરુ થતાંવેંત બંધ થઇ જતું હતું એટલે
    માણી શકાયું નહિ.એવું કેમ થયું હશે? માર્ગદર્શન આપશો?

  4. December 29th, 2008 at 01:07 | #4

    ભજન મારુ પ્રિય અને ભગવતગીતા નો ૧૫ અધ્યાય ના ૧ શ્લોક ને યાદ કરાવી દે!

  5. July 19th, 2010 at 11:23 | #5

    khub saras ravi saheb mud vina nu zaduj che aa kaya teno koi bharoso kavi rite rakhay biji rite kaheva jayito pani na parpota jevu aa jivan che kyarey parpoto foti jay tenu kasu nakki nathi

  6. Karnika
    May 17th, 2014 at 13:47 | #6

    ખુબ સુંદર
    એમાં
    કલ્યાણી નાં કાંઠે ખુબ માણ્યું

  7. Vaishakhi Desai
    October 7th, 2016 at 02:16 | #7

    કલ્યાણીબેન ખૂબ જ સરસ ગાયું છે….. મઝા આવી ગયી સાંભળી ને…

  1. No trackbacks yet.