Home > ગીત, મનહર ઉધાસ > સદીઓથી એવું જ…

સદીઓથી એવું જ…

January 12th, 2009 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સદીઓથી એવું જ બનતું રહ્યું છે
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા
સખી જેને જોવા તું ચાહી રહી છે
જે સપનું રહે છે હંમેશા અધુરું
પ્રિતમનો પરિચય તું માંગી રહી છે

વિષય તારો સુંદર કૂતુહલ મધુરું
લે સાંભળ એ સામાન્ય એક આદમી છે
હૃદય એનું ભોળું જીવન એનું સાદું
ન ચહેરો રુપાળો ન વસ્ત્રોમાં ઠસ્સો
ન આંખોમાં ઓજસ ન વાતોમાં જાદુ

કવિતાના પણ એ નથી ખાસ રસિયા
ન સંગીતમાં કંઈ ગતાગમ છે એને
પસંદ એ નથી કરતાં કિસ્સા કહાણી
કલાથી યે ન કોઈ સમાગમ છે એને

એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે
છે ચૂપકિદી એની સદંતર નિખાલસ
નથી એની પાસે દલીલોની શક્તિ
કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ

જુવે કોઈ એને તો હરગીસ ના માને
કે આ માનવીમાં મોહબ્બત ભરી છે
કોઈના બુરામાં ના નિંદા કોઈની
નસેનસમાં એની શરાફત ભરી છે

જગતની ધમાલોથી એ પર રહે છે
છે પોતાને રસ્તે જ સૂરજની માફક
સખી મારા પ્રિતમની છે એ જ ઓળખ
છે સૌ લોક માટે જીવન એનું લાયક

ગરીબોની પાસે કે રાજાની પડખે
જગા કોઈ પણ હો એ શોભી શકે છે
પરંતુ સખી આવી દુનિયાની અંદર
ભલા એવા માણસને કોણ ઓળખે છે?

Please follow and like us:
Pin Share
  1. kantilalkallaiwalla
    January 12th, 2009 at 12:33 | #1

    The best. Sambharine a kavita. sakhi kahechhe, bhala ava manas aj duniyama kyan malechhe.After hearing this Sakhi says where can we get this type of man nowadays in the present world. you are lucky to get such lover(pritam). The best poem words are speaking

  2. January 12th, 2009 at 13:18 | #2

    સુંદર ગઝલ પ્રસ્તુતિ….બહુ ગમી.
    અને મનહરભાઇનો મખમલી અવાજ….વાહ!
    શબ્દો પણ એવા લાજવાબ કે,આખી ગઝલ એક જ વાર સાંભળો,ને કંઠસ્થ થઇ જાય.
    આભાર રણકાર…!

  3. dipti
    January 12th, 2009 at 19:17 | #3

    સુન્દર ગઝલ. પહેલી વાર સામ્ભલી પન બહુ મજા આવી.મનહરભાઇ ની નવી ગઝલનુ આલ્બમ હજુ અમેરિકામા નથિ મલ્યુ. બીજી ગઝલો પન મુકજો

  4. January 13th, 2009 at 07:45 | #4

    અનોખી ભાત પાડતું ગીત .. ઘણાં વખત પહેલાં સાંભળેલું. આજે ફરી સાંભળીને મજા પડી ગઈ.

  5. Krutika
    June 30th, 2009 at 07:07 | #5

    મને આ ગઝલ ખુબ ગમી, મને આવિ જ બિજિ ગઝલ આપ શોધિ આપશો?? તેના બોલ–તમારા મિલન નિ યાદો રહિ ગઇ સુગ્ન્ધો ઉદિ ગઇ ને હવાઓ રહિ ગઇ..(ગુજરાતિ લિપિ નિ ભુલો માતે માફ કરશો)

  1. No trackbacks yet.