Home > અંકિત ત્રિવેદી, અછાંદસ, કાવ્યપઠન, રમેશ પારેખ > બાપુએ કહ્યું – રમેશ પારેખ

બાપુએ કહ્યું – રમેશ પારેખ

January 30th, 2009 Leave a comment Go to comments

પઠન: અંકિત ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગાંધીજીની છબીવાળી ટપાલટિકિટની પછવાડે
મેં જીભથી થૂંક લગાડ્યું તો ટિકિટમાંથી ગાંધીજી સફાળા બોલ્યા:
‘અરે, અરે! પાણીને બદલે થૂંક?’

‘ઓહો, બાપુ આ તમે બોલ્યા?
આટલા વર્ષે?’ મેં પૂછ્યું.

‘ગોબરા, ટિકિટ ચોડવા પાણી કેમ ન વાપર્યું?’ બાપુએ પૂછ્યું.

‘પાણી કેવી રીતે વાપરું, બાપુ!
અહીં ખાદીની ને ગાદીની છત છે,
પણ પાણીની અછત છે.
અહીં ભલભલી મૂછોનાં પાણીયે સૂકાઈ ગયાં છે.
લોકો પાણીની અવેજીમાં
થૂંક વાપરીને
લાખો ગેલન પાણીની બચત કરે છે.’ મેં બચાવ કર્યો.

‘તારા વચનોમાં
ટિસ્યુ-સંસ્કૃતિની ગંધ આવે છે, ગોબરા!
લાપસીમાં ઘી નખાય, ઘાસલેટ નહીં.’ બાપુ તાડૂક્યા.

‘તમે મને ગોબરો કહો છો, પણ બાપુ!
પેલા ટપાલખાતાવાળા તમારી છબી પર
રદ્દીકરણનાં થપ્પા ઠોકીને તમારું મોં કાળું કરે છે,
એનું કંઈ નહીં?’ મેં નમ્રપણે કહ્યું.

‘દીકરા, એ તો મારા પ્રિય દેશવાસીઓ
મારું મોં કાળું કરવા સુધીની આઝાદી ભોગવી રહ્યા છે –
તેની જાહેરાત છે! વાસ્તવમાં ટપાલખાતું તો મારું
બ્યુટીપાર્લર છે, જ્યાં મારા ચહેરાની બ્યુટીટ્રીટમેન્ટ થાય છે!’
બાપુએ ડિસ્કો-હાસ્ય કર્યું.

‘બાપુ, વાતને આમ હસવામાં કાઢી નાખો મા.’ મેં નારાજીથી કહ્યું.

‘ભાઈ, હસવું બસ. જ્યારે ક્લેશનો ઉપાય ન જડે
ત્યારે બધું હસી કાઢવું.’ બાપુ ગંભીર થઈ ગયા. બોલ્યા:
‘જો, રોજરોજ સંદેશાની રાહ જોતાં પ્રેમીજનોને, સીમાડાની
રક્ષા કરતા જવાનોની માતાઓને, બહેનોને, પત્નીઓને,
સંતાનવિયોગે ઝૂરતાં મા-બાપોને હું સુખની ચબરખીઓ વ્હેચું છું –
ટપાલટિકિટમાં બેસીને.
મારા મૃત્યુ પછી પણ મારું જીવનકાર્ય – મનુષ્યને
મનુષ્ય સાથે જોડવાનું – અટક્યું નથી.
મારા મોં ઉપર પડતા રદ્દીકરણનાં કાળા થપ્પાઓ તો
કાળાં કાળાં ચુંબનો છે, મારા વહાલીડાઓનાં!
મારી યત્કિંચિત સેવાનો બદલો!’ બાપુએ વ્હાલથી
મારી પીઠે હાથ પસવારતાં કહ્યું:
‘તું પણ આમાંથી કંઈક શીખ, ભાઈ!’

Please follow and like us:
Pin Share
  1. Khyati
    January 30th, 2009 at 11:40 | #1

    Amazingggg, really aaje Gandhi Nirvan din nimmitte – tamara jevi post koi na muki shake, Really this site is amazing and different.. keep it up

  2. January 30th, 2009 at 13:07 | #2

    વાહ વાહ વાહ…. એક નાનકડા વેકેશન પછી બ્લોગ જગત ની આ પહેલી લટાર આહલાદક રહી… સરસ શોઘી લાવે છે ,નીરજ… તું પણ ઉમદા કાર્ય જ કરે છે ને.. અમ સહુ સુધી દુર્લભ સાહિત્ય/ગીતો પહોંચાડવાનું.!! આભાર દોસ્ત..

  3. January 30th, 2009 at 16:00 | #3

    શુ લખું..??? નીરજભાઆઆઆઇઇઇઇઇઇઇ.. !!!!!!!!!!!!!!! તમારા આ કાર્ય ને બિરદાવવા મારી પાસે કોઇ જ શબ્દો નથી… પણ ખરેખર આ વાંચી અને સાંભળી ને હૈયું હચમચી ગયુ..! બાપુ પ્રત્યેના આદરભાવથી મન વારંવાર એમને વંદી રહ્યું…!!!

  4. January 30th, 2009 at 16:07 | #4

    શું લખું…?? નીરજભાઆઆઆઆઇઇઇઇઇઇ..!! તમારા આ કાર્યને બિરદાવવા માટે મારી પાસે કોઇ જ શબ્દ્ નથી …!! ખરેખર હૈયું હચમચી ગયું …!! બાપુ પ્રત્યેના આદરભાવ થી મન વારંવાર એમને વંદી રહ્યું..!! શ્રી રમેશપારેખ ની રચના અને અંકિત ભાઇના સ્વરથી થયેલી આ રજુઆત પ્રત્યેક માનવીના હ્રદય સુધી બાપુનો સંદેશ જરૂર પહોચાડ્શે ..!!

  5. January 30th, 2009 at 18:35 | #5

    એકદમ મસ્ત મજાનું………!!

  6. January 30th, 2009 at 20:24 | #6

    BEST OF BEST BY OUR GREAT POET RAMESH PAREKH….WORD “ગૉબરા” in this poem is the most effective word used by Poet… My HEART FELT CONGRATUATIONS TO “RANKAR” & ITS TEAM…
    R.M.Parekh

  7. January 30th, 2009 at 22:27 | #7

    અબ્સોલ્યુટલી ફેન્ટસ્ટીક absolutely fantastic…..superb..

    bapppu…i will “get well sooooon”

  8. ActorPatel@gmail.com
    January 31st, 2009 at 04:40 | #8

    Rameshbhai ni watt
    Pyara Ankit Ni Saath
    “Samaj par takor”, ane Duk Ma Pan Sukh …Matra Bapu Ja na mukhe shobhe…
    Ankit, one of the best Voice of Gujarat
    Ame sau NRI bhega thane be be waar World gujarati Conference ma Manyo…
    Mari Bhawai, joi mari pase pan aavyo…
    Hu bahnyo hato Rangilo Ranglo..
    Ankit to che sau Gujraati no Virlo….Tak Thai ya thaiya tah thai……..http://picasaweb.google.com/actorpatel/actorwithactor

  9. January 31st, 2009 at 06:14 | #9

    “મનુશ્યને મનુશ્ય સાથે જોડવાનુ કામ અટક્યુ નથી” ખરેખર વિશ્વબન્ધુત્વની વાત કરી
    દીધી…..સરસ મજાનુ કાવ્ય…

  10. M.D.Gandhi, U.S.A
    February 1st, 2009 at 21:51 | #10

    ગાદીની છત છે, પાણીની અછત છે! બાપુ ઉપર સરસ કાવ્ય લખ્યું છે. બાપુ હવે ફક્ત ટપાલ ટિકિટ અને ૫૦૦ની નોટમાં જ રહ્યા છે.

  11. February 3rd, 2009 at 02:34 | #11

    ઘણુ સરસ છે,

  12. Deepak Joshi
    June 13th, 2009 at 06:58 | #12

    Rameshbhai ni saras rachana fari manva mali, thanks..
    Hu Ramesh Parekh na Amreli no j 6u,……. temni sathe khub rahya 6iye, e yaado fari akalavi jay 6..Prabhu ne pan kavita sambhalvi hashe….!!

  13. pankajkumar
    April 5th, 2014 at 01:46 | #13

    વાહ કેવી સરસ કવિતા !

  1. No trackbacks yet.