Home > અશ્વૈર્યા મજમુદાર, કૃષ્ણગીત, સુરેશ દલાલ > આજ મારા હૈયામાં – સુરેશ દલાલ

આજ મારા હૈયામાં – સુરેશ દલાલ

March 11th, 2009 Leave a comment Go to comments

સ્વર: ઐશ્વર્યા મજમુદાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.

તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ;
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..

મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત;
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..

Please follow and like us:
Pin Share
  1. March 11th, 2009 at 18:26 | #1

    ફાગણનો ફોરમતો ફાલ કવિશ્રી સુરેશ દલાલના હૈયામાં ફાલ્યો..
    અને..
    સુરીલી ઐશ્વયૉના સ્વરમાં ઢળ્યો..

    ગુજરાતની ધરા ધન્ય છે કે આવાં રત્નો નિકળ્યાં જ કરે છે..
    નવી પેઢી ગુજરાતી સંગીતનો આ અમુલ્ય વારસો જાળવવા સક્ષમ છે.

    ધન્ય ધન્ય ધરા ગુજૅર…

  2. March 14th, 2009 at 11:28 | #2

    રાધિકા નો રઁગ એક તારુ તે વ્હાલ રે …. બહુ જ સુઁદર રચના

  3. shailee
    April 5th, 2009 at 06:42 | #3

    realy very useful site 4 all who likes music

  4. June 23rd, 2010 at 08:12 | #4

    કોકિલકંઠી ઐશ્વર્યાના સુરિલા આલાપમા જ મન ખોવાય જાય છે.
    અને સુરેશ દલાલના શબ્દો સાંભળતા તો ભાન ભુલી જવાય છે.

  5. MRS ANUPA N DESAI
    March 10th, 2011 at 05:18 | #5

    Fantastic combination of superb lyrics + composition + singing + music arrangement.

  6. kanchankumari p parmar
    July 16th, 2014 at 07:49 | #6

    વાહ વાહ શું સુંદર ……શબ્દે શબ્દ કાના પાસે લઇ જાય છે ……

  7. kanchankumari p parmar
    July 19th, 2014 at 09:39 | #7

    સ્વપ્ન હતું એક ઘર નું જેના કણે કણ બોલતા હોય …..બોલેલા શબ્દો થી પ્રગટતા પડઘાઓ અવિરત વહેતા હોય …..સૃષ્ટી અમ એમાં જ રાચે ન પરવા બીજા ની હોય !!!!!!!!!!!!!!!!!

  8. kanchankumari p parmar
    July 19th, 2014 at 09:46 | #8

    માફ કરજો મારી ઉપરની આ કોમેટ કોઈ બીજા કાવ્ય માટે લખી છે …..ભૂલ થી અહિયાં સબમિટ થઈ ગયી

  9. Acharya Dyuti
    August 26th, 2014 at 13:50 | #9

    અદભૂત, કવિ અને ઐ શ્વાર્યા ને સલામ . staj પર કોઈ dance કરતુ હોય તેમ લાગે છે. બહુજ મજા પડી. thanks .

  1. No trackbacks yet.